Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TMCના બળવાખોર સાંસદો નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટીમાં જોડાશે:બંગાળ ભાજપ પ્રભારી અને લોકસભા સ્પીકરને મળ્યા 20 સાંસદો; કાકોલી બોલ્યા- NDAને અમારું સમર્થન

    23 hours ago

    તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના 20 બળવાખોર લોકસભા સાંસદોએ પાર્ટીથી અલગ થઈને નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી (NCP) માં વિલિનીકરણની જાહેરાત કરી છે. બળવાખોર જૂથના નેતા કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે આ જૂથ હવે PM મોદીના નેતૃત્વમાં NDA સાથે મળીને કામ કરશે. કાકોલીએ દાવો કર્યો કે તેમની સાથે આવેલા સાંસદો TMC ની કુલ લોકસભા તાકાતના બે-તૃતીયાંશથી વધુ છે, તેથી આ વિલિનીકરણ બંધારણીય રીતે માન્ય છે. જ્યારે બળવાખોર સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયે કહ્યું કે અસલી TMC કોણ છે, તેનો નિર્ણય હવે અદાલત કરશે. સાંસદ અરૂપ ચક્રવર્તી બોલ્યા- સાયોની ઘોષ અમારા નેતા બીજી તરફ, TMC ના સાંસદ કીર્તિ આઝાદ અને સાગરિકા ઘોષ પણ બિરલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બેઠક પછી તેમણે કહ્યું કે પાર્ટી ફક્ત 20 સાંસદો કે 60 ધારાસભ્યોથી નથી બની. મમતા બેનર્જીએ જ આ પાર્ટીને ઊભી કરી છે, તેથી તે જ અસલી પાર્ટી છે. TMC ના મહાસચિવ અભિષેક બેનર્જીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને કહ્યું કે સદનમાં TMC ને ફક્ત એક પાર્ટી તરીકે જોવામાં આવે. કોઈ બીજા જૂથને માન્યતા ન આપવામાં આવે. TMC ના કુલ 28 લોકસભા સાંસદો છે. આ ઉપરાંત 13 રાજ્યસભા સાંસદોમાંથી 4 એ રાજીનામું આપી દીધું છે અને પાર્ટી પણ છોડી દીધી છે. આજના મોટા અપડેટ્સ TMCના કુલ 28 લોકસભા સાંસદો છે. આ ઉપરાંત 13 રાજ્યસભા સાંસદોમાંથી 4 એ રાજીનામું આપી દીધું અને પાર્ટી પણ છોડી દીધી છે. મમતાની હારના 14 દિવસ પછી TMC તૂટી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં હવે ભંગાણ નિશ્ચિત છે. વિધાનસભાના 80 માંથી 58 ધારાસભ્યોના બળવા પછી, લોકસભાના બળવાખોર 19 સાંસદોનો પત્ર શુક્રવારે સામે આવ્યો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ પત્ર 18 મેના રોજ લોકસભા સ્પીકરને મોકલવામાં આવ્યો હતો અને અલગ જૂથ બનાવવાની માગ કરવામાં આવી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે મમતાની હારના 14 દિવસ પછી જ પાર્ટીમાં બળવો શરૂ થઈ ગયો હતો. આ પત્રમાં યુસુફ પઠાણ, સાયોની ઘોષ, કાકોલી ઘોષ અને શતાબ્દી રોય જેવા મોટા નામો શામેલ છે. એક નામ સામે આવ્યું નથી. આ પહેલા 3 જૂને TMCના 58 ધારાસભ્યોએ બંગાળ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને તેમના જૂથને માન્યતા આપવાની માગ કરી હતી, જેને અધ્યક્ષે મંજૂર પણ કરી લીધું હતું. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, TMC ના બળવાખોર જૂથના નેતાઓ રવિવારે દિલ્હીમાં CM શુભેન્દુ અધિકારીની હાજરીમાં બેઠક કરશે. તેઓ સોમવારે સ્પીકર ઓમ બિરલાને મળશે. પત્રનો માત્ર સહીવાળો ભાગ સામે આવ્યો મમતાથી અલગ થયેલા 20 બળવાખોર સાંસદોના નામ… રાજકીય પક્ષનો અલગ જૂથ બનાવવાનો નિયમ બંગાળમાં મહારાષ્ટ્ર જેવો બળવો, 4 વર્ષ પહેલા ઉદ્ધવને શિવસેના ગુમાવવી પડી હતી 20 જૂન 2022 ના રોજ મહારાષ્ટ્રમાં શિવસેનાના 55 માંથી 40 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે ગયા. ત્યારે ઉદ્ધવ મુખ્યમંત્રી હતા. રાજ્યપાલે તેમને ફ્લોર ટેસ્ટ માટે કહ્યું. ઉદ્ધવ સુપ્રીમ કોર્ટ ગયા, પરંતુ કોર્ટે ફ્લોર ટેસ્ટ રોક્યો નહીં, તેથી ઉદ્ધવે રાજીનામું આપી દીધું. 30 જૂન 2022 ના રોજ શિંદે ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. પછી બંને જૂથ એકબીજાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સુપ્રીમ કોર્ટ ગયા. કોર્ટે નિર્ણય સ્પીકર રાહુલ નાર્વેકર પર છોડી દીધો. 10 જાન્યુઆરી 2023 ના રોજ સ્પીકરે કહ્યું કે જ્યારે બળવો થયો, ત્યારે શિંદે જૂથમાં 37 ધારાસભ્યો હતા. તેથી આ જ અસલી શિવસેના છે. સ્પીકરે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ ફગાવી દીધી. તેમની સદસ્યતા પણ રદ કરી નથી. આ દરમિયાન, ચૂંટણી પંચે શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણ શિંદે જૂથને આપી દીધું. 4 દિવસમાં 4 રાજ્યસભા સાંસદોએ પણ રાજીનામું આપી દીધું છે TMC ના લોકસભા સાંસદો ઉપરાંત રાજ્યસભા સાંસદો પણ તૂટી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં ચાર રાજ્યસભા સાંસદોએ રાજીનામું આપી દીધું છે. 8 જૂને સુખેન્દુ શેખરે સભ્યપદ સાથે પાર્ટી છોડી. પછી 10 જૂને સુષ્મિતા દેવ અલગ થઈ ગયા. 11 જૂને પ્રકાશ ચિક અને કોયલ મલિકે રાજીનામું આપી દીધું. TMC સાંસદ કીર્તિ આઝાદ બોલ્યા- આ બધું ભાજપની ચાલ છે TMC સાંસદ કીર્તિ આઝાદે શુક્રવારે કહ્યું- બળવાખોર સાંસદોના ઘરે BJPના લોકો બેઠા હતા. પોલીસ બહાર પહેરો આપી રહી હતી. તેમના ઘર તોડી પાડવામાં આવ્યા. તેમના પરિવારોને ડરાવવામાં-ધમકાવવામાં આવ્યા. ઘણા લોકો ડરના માર્યા સામે આવ્યા. તમે જોઈ શકો છો કે પહેલા 8 નામ અલગ શાહીથી લખેલા છે, જ્યારે આગલો ગ્રુપ કાળી શાહીથી લખેલો છે. તે ગ્રુપમાં ત્રણ મુસ્લિમ પણ સામેલ છે. સાયોનીએ અલગથી સાઇન કર્યા. તે ખુલ્લેઆમ મળ્યા નહોતા, પરંતુ અલગથી સાઇન કર્યા. તે ભૂપેન્દ્ર યાદવને મળ્યા હતા. આ બધું નિશિકાંત દુબેના ઘરેથી પ્લાન કરવામાં આવી રહ્યું છે. TMC સાંસદો અને ધારાસભ્યોની મમતાથી બળવોનો ઘટનાક્રમ… 8 જૂન: મમતા બેનર્જીના 28માંથી 20 લોકસભા સાંસદો તૂટ્યા 8 જૂને ટીએમસીના લોકસભાના 28 સાંસદોમાંથી 20એ એનડીએ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો. સાંસદ અને ટીએમસીના પૂર્વ નેતા કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું હતું કે સાંસદોના હસ્તાક્ષરવાળો પત્ર લોકસભા સ્પીકર ઓમ બિરલાને મોકલી દીધો છે. આમાં અલગ સંસદીય બ્લોક તરીકે અલગ બેઠક વ્યવસ્થાની માંગ પણ કરવામાં આવી હતી. 3 જૂન: 28 વર્ષ જૂની ટીએમસીમાં બળવો, 58 ધારાસભ્યો અલગ થયા 3 જૂને TMCમાં પહેલીવાર બળવાની ખબર સામે આવી હતી. 58 બળવાખોર ધારાસભ્યોએ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા. વિધાનસભા સ્પીકર રથીન્દ્ર બોઝને સમર્થન પત્ર આપ્યો. તેમાં માંગ કરવામાં આવી કે ઋતબ્રતને વિપક્ષના નેતા જાહેર કરવામાં આવે. સ્પીકરે મંજૂરી આપી દીધી. -------------------------------------- આ સમાચાર પણ વાંચો… કલ્યાણ બેનર્જીએ કહ્યું- અભિષેક મારા દીકરા જેવો છે:માફ કરવું એ પિતાનું કામ છે; પહેલા કહ્યું હતું- મમતા મને પસંદ કરે અથવા અભિષેકને TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ શનિવારે કહ્યું કે અભિષેક બેનર્જી મારા દીકરા જેવો છે અને દીકરાની બધી ભૂલો માફ કરવી એ પિતાનું કામ હોય છે. આ પહેલાં તેમણે 11 જૂને કહ્યું હતું કે મમતા બેનર્જીએ મને અથવા અભિષેકમાંથી કોઈ એકને પસંદ કરવો પડશે. ગુરુવારે અભિષેકે નકલી સહીના કેસમાં પોતાના વકીલ બદલી નાખ્યા હતા. પહેલાં કલ્યાણ આ કેસમાં અભિષેકના વકીલ હતા. આ પછી કલ્યાણે કહ્યું હતું કે અભિષેકને વરિષ્ઠ નેતાઓનું સન્માન કરતા આવડતું નથી. તેઓ ખૂબ અહંકારી છે. આ જ કારણથી પાર્ટી બરબાદ થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026':શાનદાર પર્ફોર્મન્સ સાથે અવોર્ડ ફંક્શનની ધમાકેદાર શરૂઆત; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અવોર્ડ એનાયત કરશે
    Next Article
    ‘મારે દેણું છે, આપવા કંઈ નથી, આ પૈસા ભૂલી જજો’:ગોંડલની આંગડિયા પેઢીના મેનેજરે ₹2.31 કરોડ ઓળવ્યાં, બનેવી સાથે મળી અંજામ આપ્યો, રાજકોટના સંચાલકની ફરિયાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment