Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશલપરમાં ‘આંગણ ઉત્સવ 2026’ ઉજવાયો:બાળકોના હાસ્ય સાથે પોષણ-શિક્ષણનો સંદેશ અપાયો, સર્વાંગી વિકાસ પર ભાર

    7 hours ago

    નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામમાં બાળ વિકાસને કેન્દ્રમાં રાખી ‘આંગણ ઉત્સવ 2026’ની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગામના આંગણવાડી કેન્દ્ર-1 અને કેન્દ્ર-2 ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન નાનકડાં ભૂલકાંઓની વિવિધ પ્રવૃત્તિઓથી સમગ્ર આંગણું આનંદ અને ઉત્સાહથી ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ ઉપરાંત પોષણ, આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણના મહત્વ અંગે વાલીઓ અને ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આંગણ ઉત્સવ પ્રસંગે ગામના સરપંચ નારણભાઈ ચાવડા, સુપરવાઈઝર લતાબેન મારુ, આશા વર્કર રાભિયાબેન કુંભાર, હેમલતાબેન વી. જોશી, આંગણવાડી વર્કર પરમેશ્વરીબેન સહિત આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો, આશા વર્કરો, ગામના આગેવાનો, આમંત્રિત મહેમાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ બાળકો સાથે સમય વિતાવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો માટે આનંદદાયક અને શૈક્ષણિક વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. રમતગમત, રમૂજી પ્રવૃત્તિઓ અને શીખવાની પ્રક્રિયાને જોડીને બાળકોમાં સહભાગિતા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નાનપણથી જ બાળકોને યોગ્ય વાતાવરણ, પોષણ અને શિક્ષણ મળે તો તેમના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો તૈયાર થઈ શકે છે તે અંગે પણ ઉપસ્થિતોને સમજ આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર અમીનાબેન લગાએ જણાવ્યું હતું કે, આંગણ ઉત્સવ માત્ર ઉજવણી પૂરતો સીમિત કાર્યક્રમ નથી, પરંતુ બાળકોના વિકાસ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ અંગે પરિવાર અને સમાજને જોડવાનું માધ્યમ છે. બાળકોને પૌષ્ટિક આહાર, સ્વચ્છતા, આરોગ્યની સંભાળ અને પ્રાથમિક શિક્ષણ મળે તે માટે વાલીઓની સક્રિય ભૂમિકા જરૂરી છે. ઉપસ્થિત મહેમાનોએ આંગણવાડી કેન્દ્રોની કામગીરીની પ્રશંસા કરી હતી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આંગણવાડી કાર્યકરો, વાલીઓ તથા ગ્રામજનો સાથે મળીને સતત પ્રયત્નો કરવાની અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં બાળકોના હાસ્ય અને ઉમંગે ‘આંગણ ઉત્સવ’ને યાદગાર બનાવી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    કદવાલ ખાતે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:મામલતદાર ઓફિસના પટાંગણમાં બારમા તબક્કાનો કાર્યક્રમ, નાગરિકોને મફત સેવાઓનો લાભ મળ્યો
    Next Article
    માળીયા હાટીના, કેશોદ અને વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ:લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, મગફળી, સોયાબીન અને કપાસના પાકને ફાયદો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment