Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયા હાટીના, કેશોદ અને વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ:લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, મગફળી, સોયાબીન અને કપાસના પાકને ફાયદો થશે

    7 hours ago

    જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આજે 30 સપ્ટેમ્બરે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જિલ્લાના માળીયા હાટીના, કેશોદ તેમજ વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસતા ચારેય બાજુ પાણી પાણી થઈ ગયું છે અને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી વરસાદ ખેંચાવાના કારણે જગતના તાતની ચિંતાઓ વધી ગઈ હતી, પરંતુ આ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. મગફળી, સોયાબીન અને કપાસના પાકને ફાયદો થશે ​માળીયા હાટીના પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પુનઃ એન્ટ્રી થતાં ગીર વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને અમરાપુર, તરસિંગડા, વિરડી અને માતરવાણીયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાએ બેટિંગ કરી હતી. આ પંથકમાં ક્યાંક હળવા ઝાપટાં તો ક્યાંક એક ઇંચ જેટલો સારો વરસાદ વરસી ગયો છે. આ વરસાદને કારણે ખેતરોમાં પૂરતો ભેજ મળતા મુરઝાતા પાકને નવજીવન મળ્યું છે. મગફળી, સોયાબીન અને કપાસ જેવા મહત્વના ઉભા પાકોને આ વરસાદથી અમૃત સમાન ફાયદો થવાની પૂરી આશા બંધાઈ છે, જેને લઈને ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે. કેશોદના અજાબ, શેરગઢમાં ધોધમાર વરસાદ ​આ ઉપરાંત કેશોદ ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ મહેરબાન થઈને હેત વરસાવ્યું છે. કેશોદના અજાબ, શેરગઢ તેમજ આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમયથી વરસાદ ન આવવાને કારણે ચિંતામાં મુકાયેલા આ વિસ્તારના ખેડૂતો માટે આ વરસાદ તરણહાર સાબિત થયો છે. વરસાદના આગમનને પગલે વાતાવરણ એકદમ આહ્લાદક બની ગયું છે અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે. ખેતરોમાં ઉભા પાકને સમયસર પાણી મળવાથી પાકનો વિકાસ સારો થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ​વિસાવદરના પિયાવા, સતાધાર, સરસાઈ, મોણીયામાં વરસાદ વિસાવદર પંથકમાંથી પણ સારા સમાચાર સામે આવ્યા છે. પિયાવા, સતાધાર, સરસાઈ, મોણીયા અને કાલસારી સહિત આજુબાજુના તમામ ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ યથાવત રહેતા ખેતરોમાં ખુશીનું વાતાવરણ છવાયું છે. વરસાદ ખેંચાવાના કારણે જે ખેડૂતો ચિંતામાં ડૂબેલા હતા, તેમના માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. જો આગામી દિવસોમાં પણ આ જ રીતે વરસાદી માહોલ યથાવત રહેશે તો ખેડૂતોના પાકને સારો એવો ફાયદો થશે અને સારી ઉપજ મળવાની પૂરી સંભાવનાઓ છે.
    Click here to Read More
    Previous Article
    દેશલપરમાં ‘આંગણ ઉત્સવ 2026’ ઉજવાયો:બાળકોના હાસ્ય સાથે પોષણ-શિક્ષણનો સંદેશ અપાયો, સર્વાંગી વિકાસ પર ભાર
    Next Article
    India vs West Indies LIVE Score, 2nd ODI: Rohit Sharma, Shubman Gill, Virat Kohli Must Pull Off Record Chase; WI Pile Up Mammoth 405

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment