Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલ ખાતે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:મામલતદાર ઓફિસના પટાંગણમાં બારમા તબક્કાનો કાર્યક્રમ, નાગરિકોને મફત સેવાઓનો લાભ મળ્યો

    7 hours ago

    આજરોજ કદવાલ મામલતદાર ઓફિસના પટાંગણમાં તાલુકા કક્ષાનો બારમો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કદવાલ મામલતદાર સાહેબે જણાવ્યું કે, સેવા સેતુનો હેતુ નાગરિકોના કામો મફતમાં પૂરા કરવાનો છે, જ્યારે ઓફિસમાં ફી લેવાય છે. તેમણે લોકોને આ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી. તાલુકા આરોગ્ય વિભાગના ડોક્ટરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનો વીમો પાંચ લાખથી વધારીને દસ લાખનો કરાયો છે. તેમણે દરેકને પીએમ જે કાર્ડ કઢાવવા વિનંતી કરી. કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ, જેમાં જીઈબી દ્વારા સોલાર પેનલનો સ્ટોલ પણ હતો, લગાવવામાં આવ્યા. અનેક લાભાર્થીઓને પ્રમાણપત્રો અપાયા. આ પ્રસંગે તાલુકા પ્રમુખ રેખાબેન બારીયા, ઉપપ્રમુખ નરવતભાઈ રાઠવા, સરપંચ રૂજલીબેન પાણી, તાલુકા સદસ્ય મિતલબેન રાઠવા, પાની સરપંચ સુમનભાઈ નાયકા અને ઈટવાળા સરપંચ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સસ્તી ટિકિટ શોધશે, હોટેલનો રૂમ પણ બુક કરશે ડોટ્સ:OpenAIએ નવો AI એજન્ટ લોન્ચ કર્યો; હાલમાં પેઇડ યુઝર્સને મળશે
    Next Article
    દેશલપરમાં ‘આંગણ ઉત્સવ 2026’ ઉજવાયો:બાળકોના હાસ્ય સાથે પોષણ-શિક્ષણનો સંદેશ અપાયો, સર્વાંગી વિકાસ પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment