Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મારે દેણું છે, આપવા કંઈ નથી, આ પૈસા ભૂલી જજો’:ગોંડલની આંગડિયા પેઢીના મેનેજરે ₹2.31 કરોડ ઓળવ્યાં, બનેવી સાથે મળી અંજામ આપ્યો, રાજકોટના સંચાલકની ફરિયાદ

    14 hours ago

    ગોંડલની એક જાણીતી આંગડિયા પેઢીમાં છેલ્લા 14 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ માલિકના વિશ્વાસનો દુરુપયોગ કરીને 2 કરોડ 31 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપી મેનેજરે પોતાના બનેવી સાથે મળીને આ આખું કાવતરું ઘડ્યું હતું. આ અંગે ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ₹2.61 કરોડનો હિસાબી ગોટાળો રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા 67 વર્ષીય હર્ષદ બોરીયા ગોંડલમાં 'પી.એમ. આંગડિયા પેઢી' નામે વ્યવસાય ચલાવે છે. તેમની પેઢીમાં મયુર ઢોલ નામનો શખ્સ છેલ્લા 14 વર્ષથી મેનેજર તરીકે કાર્યરત હતો. લાંબા સમયના સંબંધોને કારણે પેઢીનો તમામ આર્થિક વહીવટ મયુર સંભાળતો હતો. વિવિધ બ્રાન્ચમાંથી 1.17 કરોડ ઉપાડી લીધા પોલીસ ફરિયાદ અનુસાર, મયુર ઢોલે જૂનાગઢમાં રહેતા પોતાના બનેવી જલ્પેશ ઝાપડિયા સાથે મળીને કાવતરું રચ્યું હતું. ગત 12 મે 2026ના રોજ મયુરે શાપર, જેતપુર અને ધોરાજીની વિવિધ બ્રાન્ચોમાંથી આશરે 1 કરોડ 17 લાખ રૂપિયા મોકલીને ઉપાડી લીધા હતા. આ ઉપરાંત, અગાઉના હિસાબના 1 કરોડ 44 લાખ રૂપિયા પણ બાકી હતા, આમ કુલ 2 કરોડ 61 લાખ રૂપિયાની ગેરરીતિ સામે આવી હતી. CCTV ફૂટેજમાં ચોરી કેદ થઈ પેઢીના હિસાબોમાં મોટી ગરબડ જણાતા માલિક હર્ષદ બોરીયાએ શાપર અને જેતપુર બ્રાન્ચના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં મેનેજરનો બનેવી જલ્પેશ નાણાં ઉપાડતો સ્પષ્ટ જોવા મળ્યો હતો. ચોરી પકડાઈ ગયા બાદ આરોપીઓએ જૂનાગઢ બ્રાન્ચમાંથી માત્ર 30 લાખ રૂપિયા પરત કર્યા હતા, પરંતુ બાકીના 2 કરોડ 31 લાખ રૂપિયા આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. મોબાઈલ વીડિયો મજબૂત પુરાવો જ્યારે પેઢીના માલિકે રૂબરૂ મળીને ઉઘરાણી કરી, ત્યારે મેનેજર મયુરે ધમકીભર્યા સ્વરમાં જણાવ્યું હતું કે, "મારા પર દેણું થઈ ગયું હોવાથી મેં પૈસા લીધા છે. હવે મારી પાસે આપવા માટે કંઈ નથી, તમે આ પૈસા ભૂલી જાઓ." જોકે, આ સમગ્ર વાતચીત અને ગુનાની કબૂલાતનું માલિકની દીકરીએ પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું, જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો સાબિત થશે. પોલીસમાં ગુનો દાખલ નાણાં પરત ન મળતા આખરે હર્ષદ બોરીયાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં મેનેજર મયુર ઢોલ અને તેના બનેવી જલ્પેશ ઝાપડિયા વિરુદ્ધ BNSની કલમ 316(5) અને 54 હેઠળ છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. આ ચકચારી કૌભાંડ અંગે ગોંડલ સિટી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ પી.આઈ. જે.આર. ઝાલાને સોંપી છે. દીકરીએ ઉતારેલો વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની અટકાયત કરવા અને રકમ રિકવર કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    TMCના બળવાખોર સાંસદો નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટીમાં જોડાશે:બંગાળ ભાજપ પ્રભારી અને લોકસભા સ્પીકરને મળ્યા 20 સાંસદો; કાકોલી બોલ્યા- NDAને અમારું સમર્થન
    Next Article
    India vs Pakistan Live Score, Women's T20 World Cup 2026: Deepti Sharma Strikes Twice, Pakistan Three Down In Chase Of 171

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment