Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ TKR ઓપરેશન સફળ:મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં 62 વર્ષીય દર્દીના ઘૂંટણ બદલાયા

    1 day ago

    સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ)માં પ્રથમ વખત ટોટલ ની રિપ્લેસમેન્ટ (TKR)નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. 62 વર્ષીય દર્દીના ઘૂંટણના સાંધા બદલવાનું આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. ઓર્થોપેડિક સર્જન ડૉ. દીપ પટેલ અને તેમની પેરામેડિકલ ટીમ તેમજ હોસ્પિટલ સ્ટાફની મહેનતથી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. લાંબા સમયથી ઘૂંટણના દુખાવાથી પીડાતા દર્દીને ઓપરેશન બાદ ઘણી રાહત મળી છે. ગુજરાતની મર્યાદિત સરકારી હોસ્પિટલોમાં જ TKRની સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે હવે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં પણ આ અત્યાધુનિક સારવાર શરૂ થઈ છે. આ સુવિધાને કારણે સ્થાનિક અને આસપાસના વિસ્તારના દર્દીઓને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે અત્યાધુનિક સારવારનો લાભ મળશે. આનાથી ખાનગી હોસ્પિટલોના ઊંચા ખર્ચમાંથી દર્દીઓને મોટી રાહત મળશે. હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમારે આ તબીબી ટીમને તેમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    CHARUSAT-CMPICA n8n હેકાથોન સફળતાપૂર્વક સંપન્ન:AI આધારિત વર્કફ્લો ઓટોમેશનને પ્રોત્સાહન, 65 વિદ્યાર્થીઓ જોડાયા
    Next Article
    ચારુસેટમાં NEP-2020ની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવાઈ:‘શિક્ષા સપ્તાહ’ અંતર્ગત 190 વિદ્યાર્થીઓએ પાંચ સ્પર્ધામાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment