Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારુસેટમાં NEP-2020ની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવાઈ:‘શિક્ષા સપ્તાહ’ અંતર્ગત 190 વિદ્યાર્થીઓએ પાંચ સ્પર્ધામાં ભાગ લીધો

    1 day ago

    ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 29 જુલાઈ 2020ના રોજ અમલમાં આવેલી નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 (NEP-2020)ના છ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘શિક્ષા સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ચારુસેટ યુનિવર્સિટીના ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજિસ, આર્ટ્સ એન્ડ સોશિયલ સ્ટડીઝ (CLASS) અને ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ દ્વારા ઇન્સ્ટિટ્યુશન્સ ઇનોવેશન કાઉન્સિલ (IIC)ના સહયોગથી 29 જુલાઈએ ઉજવણીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વક્તૃત્વ, પોસ્ટર મેકિંગ, ડીબેટ, નિબંધ લેખન અને નુક્કડ નાટક (સ્ટ્રીટ પ્લે) જેવી પાંચ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધાઓનો મુખ્ય વિષય NEP-2020 રાખવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની તમામ સંસ્થાઓના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં CSPIT, DEPSTAR, PDPIAS, CMPICA, IIIM, RPCP, MTIN, ARIP અને CLASS સહિત નવ સંસ્થાઓના કુલ 190 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એક જ દિવસમાં યોજાયેલી આ સ્પર્ધાઓમાં વક્તૃત્વ સ્પર્ધામાં 20, પોસ્ટર મેકિંગમાં 96, વાદ-વિવાદમાં 23, નિબંધ લેખનમાં 34 અને નુક્કડ નાટકમાં 17 વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. વિદ્યાર્થીઓએ ભાષણ, લેખન, કળા અને અભિનય દ્વારા NEP-2020ના દ્રષ્ટિકોણ, મૂળભૂત સિદ્ધાંતો અને સુધારાઓને સર્જનાત્મક રીતે રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ વિશે ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “‘શિક્ષા સપ્તાહ’ દ્વારા વિદ્યાર્થીઓને NEP-2020ના વિઝન અને તેના મૂળભૂત સિદ્ધાંતોને સમજવાની તેમજ સર્જનાત્મકતા અને વિચારો દ્વારા વ્યક્ત કરવાની તક મળે છે.” ચારુસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે કહ્યું હતું કે, “NEP-2020 ક્રિટિકલ થિંકિંગ, સર્જનાત્મકતા, ડીબેટ, કૌશલ્ય વિકાસ અને સર્વાંગી વ્યક્તિત્વ નિર્માણ પર ભાર મૂકે છે. આ પ્રકારના કાર્યક્રમો ચારુસેટના વિદ્યાર્થીકેન્દ્રિત અને નવતર શિક્ષણ અભિગમને વધુ ગાઢ બનાવે છે.” રજિસ્ટ્રાર ડો. બિનીત પટેલે જણાવ્યું હતું કે, “‘શિક્ષા સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત ડીબેટ, લેખન, કળા અને અભિનયના માધ્યમ દ્વારા NEP-2020ના વિવિધ પાસાને રજૂ કરવાથી વિદ્યાર્થીઓમાં અભિવ્યક્તિ, ટીમવર્ક, રિસર્ચ અને નેતૃત્વ જેવા કૌશલ્યો વિકસે છે.” આ કાર્યક્રમના કન્વીનર ડૉ. ભાસ્કર પંડ્યા હતા. ડૉ. કૌશિક ત્રિવેદીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે ડૉ. કિંજલ ભાટિયાએ કો-ઓર્ડિનેટર તરીકે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. સ્પર્ધાઓના વિજેતા અને ઉપવિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેરિટ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તેમજ જ્યુરી સભ્યો અને સંયોજકોને પ્રશંસા પ્રમાણપત્રો એનાયત થયા હતા. સમગ્ર આયોજનમાં CLASS, IQAC, RPCP, PDPIAS, IIIM, DEPSTAR, MTIN, CSPIT તથા ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન્સના 15 અધ્યાપકોએ જ્યુરી મેમ્બર તરીકે ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ TKR ઓપરેશન સફળ:મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં 62 વર્ષીય દર્દીના ઘૂંટણ બદલાયા
    Next Article
    પાલનપુર પાલિકા બોર્ડમાં ડમ્પિંગ સાઈટના હિસાબ મુદ્દે હોબાળો:વિપક્ષ કોંગ્રેસ આક્રમક, અંકિતા ઠાકોરની ચીમકી- 10 દિવસમાં કચરોનો નિકાલ કરો નહીં તો ઉપવાસ પર ઉતરીશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment