Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્લાયદુબઈ વિમાનમાં કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી:'નીરજા’થી ‘બેલ બોટમ’ સુધી પ્લેન હાઇજેક અને સંકટ પર બનેલી 10 ફિલ્મો

    7 hours ago

    30 સપ્ટેમ્બર 2026ના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં મોટું સંકટ સર્જાયું. દુબઈથી તેલ અવીવ જઈ રહેલા બોઇંગ 737 MAX 8ના કોકપિટમાં સહ-પાઇલટે કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કર્યો. વિમાનમાં 174 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો સવાર હતા. હુમલા બાદ વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું અને લગભગ 30 સેકન્ડમાં 14 હજાર ફૂટની ઊંચાઈ ગુમાવી દીધી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિતે કોકપિટનો દરવાજો અનલૉક કર્યો. મુસાફરોએ હુમલાખોરને કાબૂમાં લીધો. ફરજ પર ન હોય તેવા બે પાઇલટોએ વિમાન સંભાળ્યું અને તબુકમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. આ ઘટનાએ બોલિવૂડની એવી ફિલ્મોની યાદ અપાવી, જેમાં વિમાન હાઇજેક, વિમાન સંકટ અને મુસાફરોને બચાવવાની કહાનીઓ દર્શાવવામાં આવી છે. તેમાંથી કેટલીક ફિલ્મો વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે, જ્યારે કેટલીક કાલ્પનિક કહાનીઓ પર આધારિત છે. 1. ‘નીરજા’ 2016ની ફિલ્મ ‘નીરજા’માં સોનમ કપૂરે એર હોસ્ટેસ નીરજા ભનોટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 1986ની પેન એમ ફ્લાઇટ 73 હાઇજેક પર આધારિત હતી. મુસાફરોને બચાવવાનો પ્રયાસ કરતાં નીરજાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમને મરણોત્તર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2. ‘બેલ બોટમ’ અક્ષય કુમારની 2021ની ફિલ્મ ‘બેલ બોટમ’ 1980ના દાયકામાં બનેલી વિમાન હાઇજેકની ઘટનાઓથી પ્રેરિત જાસૂસી થ્રિલર હતી. ફિલ્મમાં અક્ષયે RAW એજન્ટની ભૂમિકા ભજવી હતી, જે હાઇજેક કરાયેલા વિમાનમાંથી મુસાફરોને બચાવવાના મિશન પર જાય છે. 3. ‘યોદ્ધા’ 2024માં આવેલી સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોધા’માં એક ભૂતપૂર્વ સૈનિક હાઇજેક કરાયેલા વિમાનમાં ફસાઈ જાય છે. ત્યારબાદ તે મુસાફરોના જીવ બચાવવા અને હુમલાખોરોનો સામનો કરવાનો પ્રયાસ કરે છે. આ એક કાલ્પનિક એક્શન થ્રિલર હતી. 4. ‘કંધાર’ મલયાલમ ફિલ્મ ‘કંધાર’માં મોહનલાલે મેજર મહાદેવનનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં એક મુસાફર વિમાન હાઇજેક થયા બાદ બંધકોને બચાવવાનું અભિયાન દર્શાવવામાં આવ્યું છે. તેની વાર્તા 1999ના ઇન્ડિયન એરલાઇન્સ ફ્લાઇટ 814ના હાઇજેકથી પ્રેરિત હતી. 5. ‘જમીન’ અજય દેવગન અને અભિષેક બચ્ચન અભિનિત ‘જમીન’માં એક વિમાન હાઇજેક થયા બાદ મુસાફરોને બચાવવાનું ઓપરેશન દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ 1999ના IC-814 હાઇજેકિંગથી થોડી ઘણી પ્રેરિત હતી અને ઓપરેશન એન્ટેબેથી પણ પ્રભાવિત હતી. 6. ‘હાઇજેક’ 2008ની ફિલ્મ ‘હાઇજેક’માં શાઇની આહુજાએ ગ્રાઉન્ડ મેન્ટેનન્સ એન્જિનિયર વિક્રમ મદાનનું પાત્ર ભજવ્યું હતું. તેમની પુત્રી જે વિમાનમાં મુસાફરી કરી રહી હોય છે, તેને આતંકવાદીઓ હાઇજેક કરી લે છે. ત્યારબાદ વિક્રમ વિમાનમાં ઘૂસીને પોતાની પુત્રી અને અન્ય મુસાફરોને બચાવવાનો પ્રયાસ કરે છે. 7. ‘ચોર નીકલ કે ભાગા’ યામી ગૌતમ અને સની કૌશલ અભિનીત આ નેટફ્લિક્સ થ્રિલરની શરૂઆત હીરાની ચોરીના કાવતરાથી થાય છે. ત્યારબાદ વિમાન હાઇજેક થતાં વાર્તા સંપૂર્ણપણે બદલાઈ જાય છે. 8. ‘રનવે 34’ ફિલ્મ ‘રનવે 34’માં અજય દેવગણે 'કેપ્ટન વિક્રાંત ખન્ના' નામના એક અસાધારણ અને આત્મવિશ્વાસુ પાઇલટની ભૂમિકા ભજવી છે. વાર્તામાં બતાવવામાં આવ્યું છે કે ખરાબ હવામાન અને અત્યંત ઓછી દૃશ્યતા (લો વિઝિબિલિટી) વચ્ચે તેઓ જોખમ ઉઠાવીને વિમાનનું 'બ્લાઇન્ડ લેન્ડિંગ' કરાવે છે. ત્યારબાદ મુસાફરોના જીવને જોખમમાં મૂકવાના આરોપસર તેમની સામે કાનૂની તપાસ (એવિએશન ઇન્ક્વાયરી) શરૂ કરવામાં આવે છે, જેનું નેતૃત્વ અમિતાભ બચ્ચન (નારાયણ વેદાંત તરીકે) કરે છે. 9. ‘ફ્લાઇટ’ 2012ની હોલિવૂડ ફિલ્મ ‘ફ્લાઇટ’માં ડેન્ઝલ વૉશિંગ્ટને પાઇલટ વ્હિપ વ્હિટેકરની ભૂમિકા ભજવી હતી. વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાયા બાદ તે ઇમરજન્સી લેન્ડિંગ કરે છે. ત્યારબાદ તેના નિર્ણયો અને અકસ્માતની તપાસ થાય છે. 10. ‘એર ફોર્સ વન’ 1997માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ‘એર ફોર્સ વન’ એક રાજકીય એક્શન થ્રિલર હતી. ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત જર્મન દિગ્દર્શક વોલ્ફગેંગ પીટરસને કર્યું હતું. ફિલ્મની વાર્તામાં રાષ્ટ્રપતિ માર્શલ રશિયાના મોસ્કોથી અમેરિકા પરત ફરી રહ્યા હોય છે. આ દરમિયાન તેમના સત્તાવાર વિમાન ‘એર ફોર્સ વન’ને રશિયન નવ-રાષ્ટ્રવાદી આતંકવાદીઓ હાઇજેક કરી લે છે. આ આતંકવાદીઓનું નેતૃત્વ ઇગોર કોર્શુનોવ કરે છે. હાઇજેક દરમિયાન સુરક્ષા અધિકારીઓ રાષ્ટ્રપતિને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. જોકે, માર્શલ વિમાનમાંથી બહાર નીકળવાને બદલે ત્યાં જ છુપાઈ રહે છે. તેઓ પોતાને કાર્ગો હોલ્ડમાં છુપાવી લે છે અને આતંકવાદીઓથી બચતાં તેમની સામે કાર્યવાહી શરૂ કરી દે છે.
    Click here to Read More
    Previous Article
    चांदी की अंगूठी काली पड़ गई है? घर पर ऐसे करें साफ, बिना ज्यादा मेहनत के लौट आएगी चमक
    Next Article
    ‘તેણે કહ્યું દુઆ કરવી છે ને માથા પર વાર કર્યો...’:ઈઝરાયલી PM નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને ફોન કરી પૂછ્યું- 'ફ્લાઇટમાં શું થયું હતું?'; ભારતીય હીરોએ જણાવી આપવીતી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment