Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CHARUSAT-CMPICA n8n હેકાથોન સફળતાપૂર્વક સંપન્ન:AI આધારિત વર્કફ્લો ઓટોમેશનને પ્રોત્સાહન, 65 વિદ્યાર્થીઓ જોડાયા

    1 day ago

    ચારુસેટ યુનિવર્સિટીના ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન્સ (CMPICA) દ્વારા 7 ઓગસ્ટ, 2026 ના રોજ n8n Community Hackathon 2026નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ હેકાથોનનો મુખ્ય ઉદ્દેશ્ય n8n પ્લેટફોર્મનો ઉપયોગ કરીને AI આધારિત વર્કફ્લો ઓટોમેશન ક્ષેત્રે નવીનતા અને પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. આ હેકાથોન માટે કુલ 478 રજિસ્ટ્રેશન પ્રાપ્ત થયા હતા. તેમાંથી સઘન મૂલ્યાંકન પ્રક્રિયા બાદ 65 વિદ્યાર્થીઓની હેકાથોનમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ સમગ્ર હેકાથોન દરમિયાન ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે ટીમમાં રહીને વિવિધ AI અને ઓટોમેશન આધારિત પડકારોને ઉકેલ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની ટેક્નિકલ કુશળતા, સર્જનાત્મકતા, ટીમવર્ક અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં હેકિંગ ચેલેન્જ, લાઇવ સિનારિયો અને પ્રોજેક્ટ મૂલ્યાંકન જેવા વિવિધ તબક્કાઓ યોજાયા હતા. ટોપ પરફોર્મર ટીમોને કુલ ₹25,000 ની રોકડ ઇનામની રકમ એનાયત કરવામાં આવી હતી. તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને સિદ્ધિઓ બદલ વિજેતા ટીમોને ટ્રોફી અને પ્રમાણપત્રોથી પણ સન્માનિત કરવામાં આવી હતી. હેકાથોનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તેમના ઉત્સાહપૂર્ણ સહભાગિતા અને યોગદાન બદલ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં CHARUSAT ના Provost ડૉ. અતુલ પટેલ અને Registrar ડૉ. બિનિત પટેલની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. તેમની હાજરીએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો અને ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો મહત્વપૂર્ણ સ્ત્રોત બની હતી. ડૉ. અતુલ પટેલ અને ડૉ. બિનિત પટેલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના નવીન વિચારોની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉભરતી ટેક્નોલોજીનું સતત અન્વેષણ કરવા અને ટેક્નોલોજી આધારિત ઉકેલો વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ હેકાથોનનું સંકલન CMPICA ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સોહિલ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને CHARUSAT ના Dean, FCA ડૉ. સંસ્કૃતિ પટેલ અને CMPICA ના Principal ડૉ. ધર્મેન્દ્ર પટેલનું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયા હતા. આ હેકાથોને વિદ્યાર્થીઓને AI-powered Workflow Automation ના ક્ષેત્રમાં વાસ્તવિક સમસ્યાઓ માટે નવીન ઉકેલો વિકસાવવાની તક પૂરી પાડી હતી. આનાથી તેમના ભવિષ્યલક્ષી અને ઉદ્યોગલક્ષી કૌશલ્યોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું.
    Click here to Read More
    Previous Article
    ઝઘડો થતા મોટાભાઈએ ભાઈને ઘરમાં પૂરી દીધો:પાંડેસરામાં યુવકે 112માં ફોન કરતા ફાયરની ટીમ દોડી આવી, દરવાજો તોડીને સુરક્ષિત બહાર કાઢ્યો
    Next Article
    સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ TKR ઓપરેશન સફળ:મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં 62 વર્ષીય દર્દીના ઘૂંટણ બદલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment