Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની શાળામાં શિક્ષિકાએ બાળકોને માર માર્યો:પારડી સાંઢપોર પ્રાથમિક શાળામાં આક્ષેપ બાદ વાલીઓનો હોબાળો, પોલીસ અને 112ની ટીમ પહોંચી

    7 hours ago

    વલસાડના પારડી સાંઢપોર ગામની પ્રાથમિક શાળામાં બુધવારે હોબાળો થયો. શિક્ષિકા ભારતીબેન પર વિદ્યાર્થીઓને લાકડીથી માર મારવાનો આક્ષેપ છે. આ જાણ થતા વાલીઓ શાળાએ પહોંચ્યા. મામલો ગરમાતા 112 અને વલસાડ સિટી પોલીસની ટીમ પણ આવી. પોલીસે વાલીઓ, સરપંચ અને આચાર્ય સાથે વાત કરી મામલો શાંત પાડ્યો. વાલીઓના કહેવા મુજબ, શિક્ષિકા ભારતીબેને કેટલાક વિદ્યાર્થીઓને લાકડીથી પીઠ અને પગ સહિત શરીરના ભાગોમાં માર માર્યો. વાલીઓએ શિક્ષિકા સામે ગુસ્સો વ્યક્ત કર્યો. શિક્ષિકાને પોલીસ સ્ટેશન લઈ જવાયાની માહિતી છે. સાંઢપોર ગામના સરપંચ ધર્મેશ પટેલ પણ ત્યાં આવ્યા હતા. વાલીઓએ શિક્ષિકા સામે કડક કાર્યવાહી અને બદલીની માંગ કરી છે. માંગ ન સ્વીકારાય તો બાળકોને શાળાએ નહીં મોકલવાની ચીમકી આપી. હાલ શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે. તપાસ પછી જ હકીકત સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    મમતા બેનર્જીએ કહ્યું- મત ચોરી રોકવા જીવ પણ આપી દઈશું:રાહુલે તેને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ INDIA બ્લોકની બેઠકમાં 20 પક્ષો સામેલ થયા
    Next Article
    Sanjay Gupta Reveals Why Feroz Khan Rejected Hera Pheri With Amitabh Bachchan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment