Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TIME-100 યાદીમાં સુંદર પિચાઈ, રણબીર કપૂર, વિકાસ ખન્ના સામેલ:દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી; PM મોદી, શાહરૂખ અને સચિન પણ રહી ચૂક્યા છે ભાગ

    4 days ago

    દુનિયાના પ્રતિષ્ઠિત TIME મેગેઝિને બુધવારે 2026ની TIME100 યાદી જાહેર કરી, જેમાં ભારત સાથે સંકળાયેલી ઘણી મુખ્ય હસ્તીઓને સામેલ કરવામાં આવી. આ વર્ષે સુંદર પિચાઈ, રણબીર કપૂર અને શેફ વિકાસ ખન્નાને વૈશ્વિક પ્રભાવ માટે સન્માનિત કરવામાં આવ્યા. દર વર્ષે જાહેર થતી આ યાદી મનોરંજન, ટેકનોલોજી, નાણાં, રમતગમત, સક્રિયતા અને શૈક્ષણિક ક્ષેત્રોના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી હોય છે. TIME મેગેઝિનની TIME100 યાદીમાં અગાઉ શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, નરેન્દ્ર મોદી, દીપિકા પાદુકોણ અને મહાત્મા ગાંધી પણ સામેલ થઈ ચૂક્યા છે. વિકાસ ખન્નાએ તેને ગર્વની ક્ષણ ગણાવી જાણીતા શેફ વિકાસ ખન્નાએ તેને ગર્વની ક્ષણ ગણાવી. તેમણે કહ્યું કે 2026ની TIME100 યાદીમાં સામેલ થવું મારા માટે અત્યંત ગર્વની વાત છે. ખન્નાએ આ સન્માનનો શ્રેય પોતાના પરિવારને આપ્યો. તેમણે કહ્યું કે તેમની દાદી, માતા અને બહેનના ત્યાગ, આશીર્વાદ અને માર્ગદર્શનથી તેઓ અહીં સુધી પહોંચી શક્યા છે. TIME100 2026ની આ યાદીમાં રાલ્ફ લોરેન, કેટ હડસન, ઇથન હોક, માર્ક કેલી અને હિલેરી નાઈટ જેવા વૈશ્વિક દિગ્ગજોને તેમના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સામેલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે એક પણ ભારતીય સામેલ નહોતો ટાઈમ મેગેઝીનની 2025ની 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કોઈ પણ ભારતીયને સામેલ કરવામાં આવ્યો ન હતો. ત્યારે 21 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હતું, જ્યારે યાદીમાં કોઈ ભારતીય ન હતો. ----------------------------------------------- આ સમાચાર પણ વાંચો… ટાઇમની 100 પ્રભાવશાળી હસ્તીમાં એકપણ ભારતીય નહીં:21 વર્ષમાં પહેલીવાર આવું બન્યું; બાંગ્લાદેશના સલાહકાર યુનુસ, મસ્ક-ટ્રમ્પનાં નામ ટાઈમ મેગેઝિને બુધવારે વર્ષ 2025ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી. તેમાં બાંગ્લાદેશ સરકારના ચીફ એડવાઈઝર મોહમ્મદ યુનુસને સ્થાન મળ્યું છે. જોકે, આ વખતે યાદીમાં કોઈ પણ ભારતીયને સામેલ કરવામાં આવ્યા નથી. છેલ્લા 21 વર્ષના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ ઈરાનથી નીકળેલા 10 જહાજોને પરત મોકલ્યા:3 દિવસમાં એક પણ જહાજે હોર્મુઝ પાર નથી કર્યું, ઈઝરાયલ-લેબનોન વચ્ચે આજે વાતચીત
    Next Article
    'વડાપ્રધાનના નેતૃત્વમાં વેપાર અને ઉદ્યોગને નવી દિશા મળી':ગાંધીનગરમાં ટ્રેડ એક્સ્પો ‘GATE 2026’નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો, ત્રણ દિવસીય એક્સ્પોમાં 610 સ્ટોલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment