Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વડાપ્રધાનના નેતૃત્વમાં વેપાર અને ઉદ્યોગને નવી દિશા મળી':ગાંધીનગરમાં ટ્રેડ એક્સ્પો ‘GATE 2026’નો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો, ત્રણ દિવસીય એક્સ્પોમાં 610 સ્ટોલ

    1 week ago

    ગાંધીનગર ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત ‘GATE 2026’ ટ્રેડ એક્સ્પોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીનગર હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા આ ત્રણ દિવસીય એક્સ્પોમાં 610 જેટલા સ્ટોલ દ્વારા વિવિધ ઉદ્યોગોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યાં 50 હજારથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. આ પ્રસંગે ક્રેડાઈ પ્રમુખ શેખરભાઈ પટેલ તેમજ જીનલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગ, ટેક્નોલોજી અને નવીનતા પર કેન્દ્રિત આ એક્સ્પોમાં સેમીકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 'PMના નેતૃત્વમાં વેપાર અને ઉદ્યોગને નવી દિશા મળી' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “દેશ આજે વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વેપાર અને ઉદ્યોગને નવી દિશા મળી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત આજે વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બની રહ્યું છે અને આવનારા સમયમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. GATE 2026નું આયોજન વિકસિત ભારતના વિઝનને આગળ વધારશે તેમણે GCCIની ભૂમિકા અંગે પણ વખાણ કરતાં જણાવ્યું કે, ઉદ્યોગોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવામાં GCCIનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. સાથે જ ‘વાઇબ્રન્ટ સમિટ’ જેવી પહેલો દ્વારા ગુજરાતની ક્ષમતાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં આવી રહી છે.GCCIના પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયરે જણાવ્યું કે, “GATE 2026નું આયોજન વિકસિત ભારતના વિઝનને આગળ વધારવા માટે કરવામાં આવ્યું છે. 610 સ્ટોલ સાથે વિવિધ ક્ષેત્રોને એક જ મંચ પર લાવવામાં આવ્યા છે.” તેમણે ઉમેર્યું કે, ગ્લોબલ પરિસ્થિતિ હવે સ્થિર બની રહી છે અને આ આયોજન દરમિયાન કોઈ ખાસ પડકારોનો સામનો કરવો પડ્યો નથી. એક્સ્પોમાં કોમન ગેમ્સના રોડમેપ જેવા વિષયો પણ સમાવેશ કરવામાં આવ્યા છે, જે ભવિષ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ રીતે, ‘GATE 2026’ ટ્રેડ એક્સ્પો રાજ્યના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રને નવી ઊંચાઈઓ તરફ દોરી જવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    TIME-100 યાદીમાં સુંદર પિચાઈ, રણબીર કપૂર, વિકાસ ખન્ના સામેલ:દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી; PM મોદી, શાહરૂખ અને સચિન પણ રહી ચૂક્યા છે ભાગ
    Next Article
    જામનગરમાં ક્રિકેટ સટ્ટાબાજી કરતા બે ઝડપાયા:પૂછપરછમાં બે બુકીના નામ ખુલ્યા, ₹11 હજારનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment