Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખનિજ ચોરી: ઉપસરપંચને પદ પરથી દૂર કરાયા:સુરેન્દ્રનગરના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં કાર્યવાહી, ₹11 લાખનો મુદ્દામાલ જપ્ત

    3 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં ગેરકાયદેસર ખનિજ ચોરીના મામલે ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને આજરોજ તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા 8 ઓગસ્ટ, 2025ના રોજ કરવામાં આવેલી આકસ્મિક તપાસના આધારે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામના સરકારી સર્વે નંબર 246 અને ખાનગી સર્વે નંબર 249 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસો)નું ખનન, વહન, સંગ્રહ અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી એક ટ્રેક્ટર, બે કમ્પ્રેસર, 40 મેટ્રિક ટન કાર્બોસેલ (કોલસો) અને ચાર ચરખી સહિત કુલ રૂપિયા 11 લાખનો ગેરકાયદેસર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર ખનિજ ચોરી ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા દ્વારા કરવામાં આવી રહી હોવાનું ધ્યાને આવતા, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તેમને પદ પરથી દૂર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગરને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તના આધારે, જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર દ્વારા ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પડધરી ITI 12 વર્ષમાં જર્જરીત:214 વિદ્યાર્થીઓને 25 કિમી દૂર રાજકોટ શિફ્ટ કરાયા, રોજગારલક્ષી પ્રેક્ટિકલ કોર્સની અપાતી ઓનલાઈન ટ્રેનિંગ !
    Next Article
    Who Made Rs 840 Crore In 20 Minutes? Mystery Iran Trade Raises Eyebrows

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment