Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઈન નોંધણી ફરજિયાત:મહેસાણામાં 10 કે તેથી વધુ કર્મચારી વાળા એકમો માટે શ્રમ સેતુ પર નોંધણી અનિવાર્ય, નહીંતર 3 લાખ સુધીનો દંડ

    9 hours ago

    મહેસાણા જિલ્લામાં 10 કે તેથી વધુ કર્મચારીઓ કે શ્રમિકો ધરાવતા તમામ વ્યાપારી અને ઔદ્યોગિક એકમો માટે ‘શ્રમ સેતુ’ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાનું કાનૂની રીતે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરાયેલા ‘ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન કોડ-2020’ અન્વયે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત અને સંગઠિત ક્ષેત્રના શ્રમિકોની કાર્યસ્થળ પર સલામતી, આરોગ્ય અને સામાજિક સુરક્ષાની સ્થિતિ સુનિશ્ચિત કરવાનો છે. શાળાઓ, હોસ્પિટલોથી લઈને કરિયાણાની દુકાનો પણ દાયરામાં આ કાયદાની કડક જોગવાઈ અનુસાર હવે માત્ર ફેક્ટરીઓ કે કન્સ્ટ્રક્શન સાઇટો જ નહીં, પરંતુ ખાનગી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, હોસ્પિટલો, ટ્રસ્ટ-એનજીઓ, હોટેલો, રેસ્ટોરન્ટ્સ, સિનેમા હોલ-મલ્ટીપ્લેક્સ, આઈટી કંપનીઓ, સિક્યુરિટી એજન્સીઓ, ટ્રાન્સપોર્ટ ઓફિસો તેમજ કરિયાણા કે કાપડની દુકાનો સહિતની તમામ સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પછી ભલે તે પેઢી ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી હોય કે ન હોય, અથવા ગ્રામ પંચાયત વિસ્તારમાં ધબકતી હોય; જો ત્યાં 10 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હશે તો તમામે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ‘શ્રમ સેતુ’ પોર્ટલ પર ઓનલાઇન અરજીની મુદત નોંધણીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે ‘શ્રમ સેતુ’ પોર્ટલ (https://shramsetu.gujarat.gov.in) પરથી ઓનલાઇન કરવાની રહેશે. નવી સ્થપાયેલી સંસ્થાઓએ શરૂઆતના 60 દિવસની અંદર ‘ફોર્મ-1’ ભરીને અરજી કરવાની રહેશે, જ્યારે જૂના કાયદા હેઠળ કાર્યરત સંસ્થાઓએ 180 દિવસમાં પોતાની તમામ વિગતો પોર્ટલ પર અપડેટ કરીને નવું પ્રમાણપત્ર પ્રાપ્ત કરી લેવાનું રહેશે. રાહતરૂપ બાબત એ છે કે જે સંસ્થાઓ ફેક્ટરી એક્ટ, BOCW, PF કે ESIC હેઠળ અગાઉથી નોંધાયેલી છે તેમની પાસેથી કોઈ વધારાની નોંધણી ફી લેવામાં આવશે નહીં. સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત, નિયમભંગ પર ₹3 લાખ સુધીનો દંડ તમામ સંસ્થાઓએ આ ઓનલાઇન નોંધણી પ્રમાણપત્ર મેળવીને પોતાના મુખ્ય વ્યવસાય સ્થળે સહેલાઈથી નજરે પડે તે રીતે રજૂ કરવાનું રહેશે. જો કોઈ વેપારી કે સંચાલક આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કલમ-94 હેઠળ ₹2 લાખથી લઈને ₹3 લાખ સુધીના આકરા દંડ સહિતની ફોજદારી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, 10 કે તેથી વધુ શ્રમિકો પૂરા પાડતા તમામ લેબર કોન્ટ્રાક્ટરો માટે પણ પોર્ટલ પર ‘વન ટાઇમ રજિસ્ટ્રેશન’ કરાવવું અનિવાર્ય કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યભરમાં TAT-Sની મુખ્ય પરીક્ષા યોજાશે:403 પરીક્ષા સેન્ટર પર 75 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે, 16 વિષયના શિક્ષક બનવા મુખ્ય પરીક્ષા યોજાશે
    Next Article
    ખાડીમાં કચરો ફેંકનારાઓ સાવધાન:લિંબાયતમાં ખાડી કિનારે મનપાની ચેકિંગ ગંદકી ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે દંડાત્મક કાર્યવાહી, ટેમ્પોચાલકને 6 હજારનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment