Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતાએ ઘરની બહાર 3 લોકોને થપ્પડ મારી:ભાજપના કાર્યકરોએ TMCની રેલીમાં ઇંડા ફેંકતા નારાજ થયા, કાર્યકરો બાખડતા પોલીસે લાઠીચાર્જ કર્યો

    8 hours ago

    પશ્ચિમ બંગાળના બારુઈપુરમાં 11 વર્ષની બાળકી સાથે થયેલા રેપ-મર્ડરના વિરોધમાં બુધવારે ટીએમસી કોલકાતામાં રેલી કાઢી રહી હતી. TMC રેલી બાલિગંજ ફાડીથી શરૂ થઈને હાજરા ક્રોસિંગ સુધી પહોંચી હતી. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ રેલીનો વિરોધ કરતા ચોર-ચોરના નારા લગાવ્યા અને પ્રદર્શન કર્યું. TMCનો આરોપ છે કે ભાજપના કાર્યકરોએ તેમના પર ઇંડા ફેંક્યા. રેલી જ્યારે મમતા બેનર્જીના ઘરની બહાર પહોંચી ત્યારે હોબાળો વધી ગયો. ગુસ્સે થયેલા મમતા બેનર્જી પોતાના ઘરેથી બહાર આવ્યા. તેમણે લોકોને ત્યાંથી હટી જવા અપીલ કરી અને હાથના ઇશારાથી ભીડને પાછળ હટી જવા કહ્યું. જોકે, ઘણા લોકો ત્યાં ઊભા રહીને મોબાઈલથી વીડિયો બનાવતા રહ્યા. આ દરમિયાન મમતાએ પોતાનો સંયમ ગુમાવ્યો અને એક વ્યક્તિને થપ્પડ મારી દીધી. ત્યારબાદ બે લોકોની પીઠ પર માર્યું. જે લોકોને મમતાએ માર્યા, તેમની ઓળખ થઈ નથી. મમતાએ કહ્યું કે બંગાળમાં સંપૂર્ણપણે અરાજકતા ફેલાઈ ગઈ છે. બંગાળ પોલીસ ભાજપના કાર્યકરોની જેમ કામ કરી રહી છે. હાઈકોર્ટની પરવાનગી બાદ નીકળેલી TMCની રેલી દરમિયાન ઘણી જગ્યાએ BJP અને TMC કાર્યકરો સામસામે આવી ગયા. બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ, ત્યારબાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો. આનાથી દક્ષિણ કોલકાતામાં તણાવ અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે BJPએ તેમની રેલી પર હુમલો કરાવ્યો. તેમણે કહ્યું કે મહિલા કાર્યકરો સાથે મારપીટ થઈ, ઘણા લોકો ઘાયલ થયા અને BJP સમર્થકોએ રેલીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો. મમતાએ કોલકાતા પોલીસ પર પણ નિષ્ક્રિય રહેવા અને કોર્ટના આદેશનું યોગ્ય પાલન ન કરાવવાનો આરોપ લગાવ્યો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ મમતાના આરોપોને નકારી કાઢ્યા. તેમનું કહેવું છે કે TMCને રેલી કરતા રોકવામાં આવી ન હતી અને વિવાદની શરૂઆત TMC કાર્યકરોએ ભાજપ સમર્થકોને ઉશ્કેરીને કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો. આ રેલી કલકત્તા હાઈકોર્ટમાંથી પરવાનગી મળ્યા બાદ કાઢવામાં આવી હતી. જોકે, આખા રસ્તે બંને પક્ષના કાર્યકરો સામસામે આવતા રહ્યા, જેના કારણે દક્ષિણ કોલકાતાના ઘણા વિસ્તારોમાં તણાવનો માહોલ સર્જાયો અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો.
    Click here to Read More
    Previous Article
    CSIR-UGC NET June 2026 exam city slip out, check complete schedule and timings
    Next Article
    પાણીમાં તણાતા 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત:ઉન પાટીયામાં બે સગા ભાઈઓ સહિત 3ના કરુણ મોત, પરિવારમાં આક્રંદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment