Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જળતાંડવમાં ફાયર બ્રિગેડ, NDRF અને SDRF દેવદૂત બન્યું:બે દિવસમાં બોટ અને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા 4300થી વધુ લોકોના જીવ બચાવાયા; ખાડીમાંથી એક લાશ મળી

    10 hours ago

    સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ઠેર-ઠેર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી રહેણાંક વિસ્તારો અને ફેક્ટરીઓમાં ઘૂસી જતાં હજારો લોકો ફસાયા હતા. આ કપરી પરિસ્થિતિમાં સુરત ફાયર અને ઇમરજન્સી સર્વિસીસની ટીમોએ સતત બે દિવસ સુધી મેગા રેસ્ક્યુ ઓપરેશન ચલાવી પ્રશંસનીય કામગીરી કરી છે. તારીખ 7 અને 8 જુલાઈ, 2026ના રોજ ફાયર બ્રિગેડ, SDRF અને NDRFની ટીમોએ સંયુક્ત રીતે અલગ-અલગ ઝોનમાંથી હજારો નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે, જેમાં અનેક ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ આફત વચ્ચે ડિંડોલીની ગુરૂદત્ત ખાડીમાંથી એક અજાણ્યા પુરુષની લાશ પણ મળી આવી છે. બોટ અને ફાયર સ્ટાફ દ્વારા 1100 લોકોનું દિલધડક રેસ્ક્યુ આજરોજ સુરત ફાયર વિભાગની કુલ 9 બોટો અલગ-અલગ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઉતારવામાં આવી હતી. આ બોટો દ્વારા વિવિધ ઝોનમાંથી કુલ 826 લોકોને ઉગારવામાં આવ્યા હતા. જેમાં લિંબાયત ઝોનમાંથી 213 વ્યક્તિઓ (જેમાં 2 ગર્ભવતી મહિલાઓ), ઉધના ઝોન-બી માંથી 78 વ્યક્તિઓ, વરાછા ઝોન-બી માંથી 155 વ્યક્તિઓ અને ઉધના ઝોન-એમાંથી સૌથી વધુ 380 વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ કરાયું હતું. આ ઉપરાંત, ફાયર સ્ટાફ દ્વારા બોટ સિવાય અન્ય સંસાધનોની મદદથી સારોલીના નવો રીંગ રોડ, કઠોર ગામ, પાંડેસરા અને અઠવાના રસુલાબાદ જેવા વિસ્તારોમાંથી વધુ 274 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. મોટા વરાછાના પાસોદરા વિસ્તારમાંથી એક ગર્ભવતી મહિલાને પણ ફાયર ઓફિસર વિજય ટંડેલની ટીમે ભારે જહેમત બાદ બચાવી લીધી હતી. ડિંડોલી ખાડીમાંથી બિનવારસી લાશ મળી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ડિંડોલી વિસ્તારમાં આવેલી ગુરૂદત્ત ખાડીમાંથી ફાયર વિભાગને એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. માર્શલ લીડર નિરવ પટેલની હાજરીમાં આ બિનવારસી ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢીને જરૂરી કાર્યવાહી અર્થે સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે. મેયરના માર્ગદર્શન હેઠળ SDRF-NDRF સાથે મળી 1566થી વધુ લોકોનો બચાવ આ અગાઉ 7 જુલાઈના રોજ પણ સુરત શહેરમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર હતી. મેયર માયાબેન માવાણીના સીધા માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની 14 બોટો મેદાનમાં ઉતારવામાં આવી હતી. આ દિવસે બોટ મારફતે લિંબાયતમાંથી 386, ઉધના-એ માંથી 526, વરાછા-બી માંથી 331 (1 ગર્ભવતી મહિલા સહિત), વરાછા-એમાંથી 3, અઠવા ઝોનમાંથી 307 અને સેન્ટ્રલ ઝોનમાંથી 13 વ્યક્તિઓ મળી કુલ 1566 લોકોને પૂરના પાણીમાંથી બહાર કઢાયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ SDRFની બોટે 35 લોકો (1 ગર્ભવતી મહિલા સહિત) અને NDRFની બોટે 14 લોકોનો જીવ બચાવ્યો હતો. આ જ દિવસે ફાયર સ્ટાફે જમીની સ્તરે કામગીરી કરી સારોલી લેન્ડમાર્ક વિસ્તારમાંથી 200 લોકો, ઉધના મેઇન રોડ પર ભાજપ કાર્યાલય પાછળથી 150 લોકો, તેમજ વસ્તાદેવડી રોડ અને પોદાર આર્કેડ વરાછામાંથી અનેક વેપારીઓ અને નાગરિકો સહિત કુલ 627 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. ઇમરજન્સી સેવાની કમાન સંભાળતા મુખ્ય અધિકારીઓ અને ઝોનલ ચીફ સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે ઝોનલ ચીફ અધિકારીઓ અને ફાયર ઓફિસરો 24 કલાક એલર્ટ મોડ પર છે. સુરત ફાયર વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે પૂરના પાણી ન ઓસરે ત્યાં સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક કંટ્રોલ રૂમ અથવા સંબંધિત ઝોનના અધિકારીઓનો સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    પાણીમાં તણાતા 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત:ઉન પાટીયામાં બે સગા ભાઈઓ સહિત 3ના કરુણ મોત, પરિવારમાં આક્રંદ
    Next Article
    જિલ્લા ગ્રામ વિકાસ કચેરીના પ્રવેશદ્વારે પાણી ભરાયા:અરજદારો અને ફરજ પરના સરકારી કર્મચારીઓને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment