Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા ગ્રામ વિકાસ કચેરીના પ્રવેશદ્વારે પાણી ભરાયા:અરજદારો અને ફરજ પરના સરકારી કર્મચારીઓને હાલાકી

    12 hours ago

    પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં આવેલી જિલ્લા ગ્રામ વિકાસ કચેરી અને સીટી સર્વે ભવનના મુખ્ય પ્રવેશદ્વાર પર વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય ગેટ પાસે મોટા ખાડાઓ પડ્યા હોવાથી અને હાલમાં પડેલા વરસાદને કારણે પાણીનો ભરાવો થયો છે. આના કારણે અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે મુખ્ય ગેટ પર પાણીનો જમાવડો જોવા મળે છે. આ ગંદકી અને પાણીના ભરાવાને લીધે પોતાના કામકાજ માટે આવતા અરજદારો તેમજ ફરજ પર જતા સરકારી કર્મચારીઓ રોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા કચેરીના મુખ્ય ગેટ પાસે ભરાયેલા પાણીના નિકાલ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. લોકો તંત્ર પાસેથી આ સમસ્યાના નિરાકરણની અપેક્ષા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જળતાંડવમાં ફાયર બ્રિગેડ, NDRF અને SDRF દેવદૂત બન્યું:બે દિવસમાં બોટ અને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા 4300થી વધુ લોકોના જીવ બચાવાયા; ખાડીમાંથી એક લાશ મળી
    Next Article
    વડોદરામાં 9 વર્ષની માસૂમ બાળકી પર આધેડે દુષ્કર્મ આચર્યું:ચોકલેટની લાલચ આપી ઘરમાં ઘૂસ્યો, માતા-પિતાએ રંગેહાથ ઝડપી પાડ્યો; કહ્યું- કડકમાં કડક સજા આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment