Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેમલી ગ્રામ પંચાયત સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર:મંજુલાબેન ભરવાડ વિરુદ્ધ 9 સભ્યએ ટેકો આપ્યો

    8 hours ago

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ડેમલી ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સરપંચ મંજુલાબેન રાજેશભાઈ ભરવાડ વિરુદ્ધ રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ ગઈ છે. પંચાયતના સભ્યોએ મહિલા સરપંચના મનસ્વી વર્તન અને ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ વિકાસના કામો કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ અંગે પંચાયતના સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે ગ્રામ પંચાયત કચેરી ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં એક ખાસ સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સરપંચ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાન દરમિયાન 9 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં હાથ ઊંચા કરી મતદાન કરતા મંજુલાબેન ભરવાડ સામેની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ હતી. હવે નિયમ મુજબ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતાં સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, જૂન 2025માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર સમયે પણ આ મહિલા સરપંચ વિવાદમાં આવ્યા હતા. એક રાત્રી સભા દરમિયાન મતદારોને મરણ પ્રસંગમાં ₹5100 રોકડા અને લગ્ન પ્રસંગમાં LED ટીવી આપવાની લાલચ આપતો તેમનો વિડીયો વાયરલ થયો હતો. આ મામલે આચારસંહિતાનો ભંગ થતાં શહેરા TDO દ્વારા સરપંચ મંજુલાબેન ભરવાડ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    US Senate Passes Russia Sanctions Bill, 100% Tariff Threat Looms On India, China
    Next Article
    How World War II Destroyed the British Empire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment