Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરના લુણાવાડામાં 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો:પોષણ કીટ, THR વિતરણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કર્મયોગીઓનું સન્માન કરાયું

    3 days ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા ઘટક-1 ના મુલતાનપૂરા આંગણવાડી કેન્દ્રમાં 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારના અભિગમ હેઠળ આ કાર્યક્રમની ઉજવણી કરાઈ. તેમાં જિલ્લાના ઇનચાર્જ પ્રોગ્રામ ઓફિસર, મુખ્ય સેવિકા, સ્થાનિક અગ્રણીઓ, સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 3 થી 6 વર્ષના બાળકોના વાલીઓ હાજર રહ્યા. કાર્યક્રમમાં બાળકોને પોષણ કીટ અને સગર્ભા માતાઓને ટ્રેક-હોમ રાશન (THR) અપાયું. પોષણ સ્તરમાં સુધારો કરનાર બાળકોને 'પોષણ ચેમ્પિયન એવોર્ડ', ચિત્રપોથી અને રંગો ભેટમાં મળ્યા. હાજર રહેલા બધા બાળકોને પૌષ્ટિક સુખડી અને તાજાં ફળો પણ અપાયા. બાળ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે સારી સેવાઓ આપવા બદલ આંગણવાડી કાર્યકર, તેડાગઢ અને આશા વર્કર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. કાર્યક્રમના અંતે, મુખ્યમંત્રીનો સુપોષિત ગુજરાતનો સંદેશ આપી સૌને પોષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા કહેવાયું.
    Click here to Read More
    Previous Article
    ખેડબ્રહ્મામાં સાબરકાંઠા પોલીસ પરિવારે મા જગદંબા મંદિરે ધ્વજારોહણ કર્યું:ભાદરવી પૂનમે પગપાળા યાત્રા કરી, ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી
    Next Article
    ગોધરા-અમદાવાદ હાઈવે પર ખાડાથી એક્ટિવા ચાલકનું મોત:વાવડી ગામના સિક્યુરિટી ગાર્ડ ગણપતભાઈ પટેલિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment