Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મામાં સાબરકાંઠા પોલીસ પરિવારે મા જગદંબા મંદિરે ધ્વજારોહણ કર્યું:ભાદરવી પૂનમે પગપાળા યાત્રા કરી, ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી

    3 days ago

    ભાદરવી પૂનમના પર્વ નિમિત્તે ખેડબ્રહ્મામાં મા જગદંબાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ દરમિયાન સાબરકાંઠા પોલીસ પરિવારે પણ મા જગદંબાના મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ કર્યો હતો. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ ચોકીથી મંદિર સુધી પગપાળા યાત્રામાં જોડાયા હતા. પોલીસ જવાનો હાથમાં ધ્વજ લઈને ડીજેના તાલે અને અબીલ-ગુલાલ સાથે મંદિર તરફ આગળ વધ્યા. મંદિર પરિસરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ગરબાની રમઝટ બોલાવી, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું. ત્યારબાદ મા જગદંબાના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે LCB, SOG અને સ્થાનિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. પોલીસ પરિવારે મા જગદંબાના આશીર્વાદ મેળવી સાબરકાંઠા જિલ્લાની પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રેમાનંદજીનો શિષ્ય ચોથી માળેથી કૂદ્યો, મોત:2 વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી, માતા મૃતદેહ જોઈને રડ્યાં, બોલ્યાં- મળવા દેતા ન હતા
    Next Article
    મહીસાગરના લુણાવાડામાં 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો:પોષણ કીટ, THR વિતરણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કર્મયોગીઓનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment