Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમા આર્ટ્સ કોલેજમાં ‘The World of Letters’ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થિનીઓએ વિશ્વના મહાનુભાવોના પત્રો રજૂ કર્યાં

    2 days ago

    ગાંધીનગર સ્થિત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં અંગ્રેજી વિભાગ દ્વારા 28 માર્ચ, 2026ના રોજ ‘The World of Letters’ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. લલિતકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં અંગ્રેજી વિષયની 17 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. તેમણે વિશ્વના મહાનુભાવો દ્વારા લખાયેલા પત્રોનું પ્રસ્તુતિકરણ કર્યું હતું. પ્રિન્સિપાલ ડો. લલિતકુમાર પટેલે પોતાના વક્તવ્યમાં અંગ્રેજી વિભાગને વિદ્યાર્થીનીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પત્રોના ઐતિહાસિક અને સાહિત્યિક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ‘અભિજ્ઞાનશાકુન્તલ’માં શકુંતલાએ દુષ્યંતને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને પત્રલેખનની પ્રાચીન પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો.પ્રણવ જોશીપુરા, IQAC કોઓર્ડિનેટર ડો. હરીતભાઈ પટેલ અને ડો. તેજસ શાહે માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીનીઓ દેવયાની રહેવર, જીયા ભાટી, હેતાંશીબા વાઘેલા, વિધિ સરવૈયા અને શ્રેયાંશીએ સંયુક્ત રીતે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદકા ગામે જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા:વરતેજ પોલીસે 3 બાઈક સહિત 1.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
    Next Article
    રાંધેજા વિદ્યાપીઠમાં હેલ્ધી લાઈફસ્ટાઈલ વર્કશોપ યોજાયો:વિદ્યાર્થીનીઓને સ્વસ્થ આહાર અને જીવનશૈલી વિશે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment