Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદકા ગામે જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા:વરતેજ પોલીસે 3 બાઈક સહિત 1.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    4 days ago

    ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસને મળેલી માહિતીના આધારે ફરિયાદકા ગામે જાહેર જગ્યામાં દરોડો પાડી હારજીતનો જુગાર રમતા 4 શખસોને ગંજીપતા અને રોકડ તથા 3 બાઇકો મળી રૂ. 1,14,280ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વરતેજ પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જુગાર રમતા 4 શખ્સો રંગેહાથ ઝડપાયા મળતી માહિતી મુજબ, ગતરોજ ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફના જવાનો પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન મળેલ બાતમી આધારે ફરિયાદકા ગામે જાંબુડાધાર વિસ્તારમાં રેડ કરતા સ્ટ્રીટ લાઈટના અજવાળે ચાર શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતાં. 3 બાઈક સહિત 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત ચારેય શખ્સને સ્થળ પરથી ગંજીપતાના પાના તથા રોકડા રૂપિયા 9280, તથા 3 બાઈક મળી કુલ રૂપિયા 1,14,280ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ચારેય શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર અટકાયતી અધિનિયમ એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણામાં શ્રી સિકોતર માતાની રમેલ યોજાઈ:ચંદ્રુમાણીયા પરિવારો દ્વારા આયોજન, એકતા અને વ્યસનમુક્તિનો સંદેશ
    Next Article
    ઉમા આર્ટ્સ કોલેજમાં ‘The World of Letters’ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થિનીઓએ વિશ્વના મહાનુભાવોના પત્રો રજૂ કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment