Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં શ્રી સિકોતર માતાની રમેલ યોજાઈ:ચંદ્રુમાણીયા પરિવારો દ્વારા આયોજન, એકતા અને વ્યસનમુક્તિનો સંદેશ

    2 days ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ઘંટીવાસ ઠાકોરવાસમાં આવેલા શ્રી સિકોતર માતાના મંદિરે ચૈત્ર માસ નિમિત્તે રવિવારે રાત્રે રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમેલ ચંદ્રુમાણીયા ઠાકોર પરિવારો દ્વારા યોજાઈ હતી. આ પ્રસંગે અલગ અલગ ગામના દેવ દેવી ઉપાસકોએ ઉપસ્થિત રહી એકતા અને વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો હતો. તેમણે લોકોને એક માળાના મણકા બનીને રહેવા અને પ્યાલાના વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું. આ રમેલનું આયોજન મૂળ ચંદ્રુમાણાના અને હાલ અમદાવાદ સહિત અન્ય સ્થળોએ રહેતા સ્વ. રવાજી કાળાજી, સ્વ. સોમાજી ઓખાજી, સ્વ. હજુરજી વનાજી, સ્વ. ચતુરજી વનાજી, સ્વ. રામચંદજી ઉગરાજી, સ્વ. રામજીજી ઉગરાજી અને સ્વ. તલાજી કાળાજીના પરિવારો દ્વારા કરવામાં આવ્યું હતું. શક્તિ ઉપાસકો ગોવિંદજી, દશરથભાઈ, રાવતાભાઈ, ચંદુજી, હમીરજી, પ્રિતેશજી, કડવાજી અને લાલાજી સહિત અન્યોએ આખી રાત માતાજીની આરાધના કરી હતી. તેમણે કુળદેવી પર શ્રદ્ધા રાખવા અને સંશય ન રાખવા જણાવી આશીર્વાદ આપ્યા હતા. માતાજીની આરાધના જૂની શૈલી મુજબ ડાકલાના તાલે કરવામાં આવી હતી. આ મહોલ્લામાં ચંદ્રુમાણા ગામના વિખ્યાત વીરા વસાની વહાણવટી માં સિકોતર માતા બિરાજમાન છે. આ પ્રસંગે ભરતભાઈ રાવલ, જગદીશ ઠક્કર, મફાભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ દેસાઈ સહિત અનેક શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    કટ્ટીધામ-સપ્તેશ્વરને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત:ડેભોલ નદી પર 13.99 કરોડના ખર્ચે મેજર બ્રિજ બનશે, ભક્તો અને સ્થાનિકોને અવરજવરમાં રાહત થશે
    Next Article
    ફરિયાદકા ગામે જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા:વરતેજ પોલીસે 3 બાઈક સહિત 1.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment