Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કટ્ટીધામ-સપ્તેશ્વરને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત:ડેભોલ નદી પર 13.99 કરોડના ખર્ચે મેજર બ્રિજ બનશે, ભક્તો અને સ્થાનિકોને અવરજવરમાં રાહત થશે

    13 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કડોલી ખાતે ડેભોલ નદી પર કટ્ટીધામથી સપ્તેશ્વરને જોડતા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બ્રિજ રૂપિયા 13.99 કરોડના ખર્ચે બનશે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે સોમવારે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ 108 મીટર લાંબો બ્રિજ 13 કરોડ 99 લાખ 78 હજાર 100 રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. તેમાં 18 મીટરના છ ગાળા, 48 પાઈલ અને 6 પિયર હશે, જે 11 મીટર ઊંચો બનશે. સુરતની સી.આર.પી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા 11 મહિનામાં તેનું નિર્માણ પૂર્ણ થશે. આ બ્રિજના નિર્માણથી કટ્ટી મંદિર અને સપ્તેશ્વર મંદિર વચ્ચેનો સંપર્ક વધુ સુગમ બનશે. ભક્તો અને સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં મોટી રાહત મળશે, જેનાથી ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે. આ પુલના નિર્માણથી વિસ્તારના અનેક ગામોને સીધી કનેક્ટિવિટી મળશે, જે ધાર્મિક, સામાજિક અને આર્થિક વિકાસને નવી દિશા આપશે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન થતી મુશ્કેલીઓનો અંત આવશે અને લોકો માટે સરળ અવરજવર સુનિશ્ચિત બનશે. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ આ પ્રસંગે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો ચાલુ રાખવાની ખાતરી આપી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ જિલ્લા મહામંત્રી વિજય પંડ્યા, તાલુકા મહામંત્રી ભગીરથસિંહ ઝાલા, સેવા સહકારી ચેરમેન કનુ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હિતેષ પટેલ, કડોલી સરપંચ નરેન્દ્રસિંહ ઝાલા, શરાફી મંડળીના ચેરમેન પ્રહલાદ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઘોઘંબાનો લિસ્ટેડ બુટલેગર પર ‘પાસા’ હેઠળ કાર્યવાહી:વિનોદ બારીઆને જૂનાગઢ મધ્યસ્થ જેલ મોકલાયો
    Next Article
    ચંદ્રુમાણામાં શ્રી સિકોતર માતાની રમેલ યોજાઈ:ચંદ્રુમાણીયા પરિવારો દ્વારા આયોજન, એકતા અને વ્યસનમુક્તિનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment