Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘંબાનો લિસ્ટેડ બુટલેગર પર ‘પાસા’ હેઠળ કાર્યવાહી:વિનોદ બારીઆને જૂનાગઢ મધ્યસ્થ જેલ મોકલાયો

    11 hours ago

    પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના લિસ્ટેડ બુટલેગર વિનોદ દોલતભાઈ બારીઆને પાસા (PASA) હેઠળ અટકાયત કરીને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. વિનોદ બારીઆ, જે ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના ભગત ફળિયાનો રહેવાસી છે, તેની સામે રાજગઢ અને કાલોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર જથ્થો રાખવાના કુલ ચાર ગુના નોંધાયેલા છે. આ શખ્સની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે, LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.એ. પટેલ દ્વારા તેની વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ આ દરખાસ્તને મંજૂરી આપતા, આરોપી વિનોદ બારીઆને પાસા ધારા હેઠળ અટકાયત કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશના આધારે, LCB સ્ટાફે ખાનગી બાતમીદારોની મદદથી અને વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મિતેશકુમાર રાઠોડને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું:ગઢડા મામલતદાર કચેરીમાંથી વિદાય, બોટાદમાં સન્માન સમારોહ યોજાયો
    Next Article
    કટ્ટીધામ-સપ્તેશ્વરને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત:ડેભોલ નદી પર 13.99 કરોડના ખર્ચે મેજર બ્રિજ બનશે, ભક્તો અને સ્થાનિકોને અવરજવરમાં રાહત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment