Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિતેશકુમાર રાઠોડને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું:ગઢડા મામલતદાર કચેરીમાંથી વિદાય, બોટાદમાં સન્માન સમારોહ યોજાયો

    10 hours ago

    ગઢડા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મિતેશકુમાર ડાહ્યાભાઈ રાઠોડને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતા તેમનો વિદાય સમારોહ બોટાદમાં યોજાયો હતો. તેમને મહિસાગર જિલ્લામાં બદલી સાથે પ્રમોશન મળ્યું છે. બોટાદ શહેરની વિનાયક પાર્ક સોસાયટી ખાતે રાત્રિના સમયે તેમના મિત્રો અને સોસાયટીના રહીશો દ્વારા આ ભવ્ય સ્વાગત અને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.મિતેશકુમાર રાઠોડ તેમના સરળ સ્વભાવ અને અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્ણ રીતે સાંભળીને કામનો ઝડપી નિકાલ કરવા માટે જાણીતા છે. આ પ્રસંગે સમતા બુદ્ધ વિહાર બોટાદના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ દ્વારા મિતેશકુમાર રાઠોડને પંચશીલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિનાયક સોસાયટીના રહીશો અને મિત્રોએ ઉત્સાહભેર તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં ડાયાભાઈ ચાવડા, ગીરીશભાઈ પરમાર, જીતુભાઈ કારેલીયા, મુળજીભાઈ સાગઠીયા, મૌલેશભાઈ સોલંકી, સહદેવભાઈ પરમાર, ભાવિનભાઈ સોલંકી, રાહુલભાઈ ચાવડા, મહેશભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં સ્નેહીજનો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી વિદાય આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલે CNN પત્રકારો સાથે ગેરવર્તણૂક બદલ બટાલિયન સસ્પેન્ડ કરી:સૈનિકોએ અટકાયતમાં લીધા હતા, ઓપરેશનમાંથી હટાવીને તાલીમમાં મોકલ્યા
    Next Article
    ઘોઘંબાનો લિસ્ટેડ બુટલેગર પર ‘પાસા’ હેઠળ કાર્યવાહી:વિનોદ બારીઆને જૂનાગઢ મધ્યસ્થ જેલ મોકલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment