Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંધેજા વિદ્યાપીઠમાં હેલ્ધી લાઈફસ્ટાઈલ વર્કશોપ યોજાયો:વિદ્યાર્થીનીઓને સ્વસ્થ આહાર અને જીવનશૈલી વિશે માર્ગદર્શન અપાયું

    2 days ago

    ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત આશ્રમ વિનય મંદિર, રાંધેજા ખાતે “Healthy Food and Healthy Lifestyle” વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં પોષણયુક્ત અને ગુણવત્તાસભર આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, જેમાં સારા સ્વાસ્થ્યને આર્થિક સમૃદ્ધિના પ્રતીક તરીકે રજૂ કરાયું. આ વર્કશોપ પ્રકૃતિ ઈકો ક્લબ અને ગીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આચાર્ય વિલસુબેન ટાંકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓને દૈનિક જીવનમાં યોગ્ય પોષણ, સંતુલિત આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી વિશે માહિતગાર કરવામાં આવી. વર્કશોપ દરમિયાન, વિદ્યાર્થીનીઓને ચિત્રો અને પ્રસ્તુતિઓ દ્વારા વિષયની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી. તેમને શીખવવામાં આવ્યું કે પોષક તત્વોથી ભરપૂર ખોરાકના નિયમિત સેવનથી તંદુરસ્ત અને સકારાત્મક જીવન જીવી શકાય છે. કાર્યક્રમના અંતે, વિદ્યાર્થીનીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    ઉમા આર્ટ્સ કોલેજમાં ‘The World of Letters’ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થિનીઓએ વિશ્વના મહાનુભાવોના પત્રો રજૂ કર્યાં
    Next Article
    વલસાડમાં ₹6.50 કરોડના દારૂનો બુલડોઝરથી નાશ:પોલીસે ‘ઓપરેશન વાઈન ક્લીન’ હેઠળ દારૂબંધી ભંગ કરનારાઓને કડક સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment