Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ₹6.50 કરોડના દારૂનો બુલડોઝરથી નાશ:પોલીસે ‘ઓપરેશન વાઈન ક્લીન’ હેઠળ દારૂબંધી ભંગ કરનારાઓને કડક સંદેશ આપ્યો

    2 days ago

    વલસાડ જિલ્લા પોલીસે ‘ઓપરેશન વાઈન ક્લીન’ અંતર્ગત ₹6.50 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કર્યો છે. 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલા આ દારૂના જથ્થા પર સોમવારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્રણ પોલીસ મથકોનો 1.99 કરોડના દારૂનો નાશ વલસાડ સિટી, રૂરલ અને ડુંગરી સહિત જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનોમાંથી જપ્ત કરાયેલા દારૂનો જથ્થો એકત્રિત કરીને નિર્ધારિત સ્થળે નિકાલ કરવામાં આવ્યો. માત્ર ત્રણ પોલીસ મથકોનો જ અંદાજે ₹1.99 કરોડના દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટની મંજૂરી બાદ કાર્યવાહી આ કાર્યવાહી કોર્ટની મંજૂરી બાદ કરવામાં આવી હતી. એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ મથકોને પડતર મુદ્દામાલના નિકાલ માટે કોર્ટની મંજૂરી લેવાના આદેશ અપાયા હતા. મંજૂરી મળ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની સંયુક્ત સમિતિની દેખરેખ હેઠળ જેસીબી અને બુલડોઝરથી બોટલોનો નાશ કરાયો. દારૂબંધીનો ભંગ કરનારા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ દારૂના આ મોટા જથ્થાના વિનાશને જોવા માટે સ્થળ પર સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. આ પ્રસંગે વલસાડના એસપી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, “કોર્ટની મંજૂરી બાદ પારદર્શક રીતે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં દારૂબંધીનો ભંગ કરનારા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ રહેશે.” જિલ્લા પોલીસની આ કાર્યવાહી દારૂબંધીના કાયદાને કડક રીતે અમલમાં લાવવા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોને સ્પષ્ટ ચેતવણીરૂપ બની છે.
    Click here to Read More
    Previous Article
    રાંધેજા વિદ્યાપીઠમાં હેલ્ધી લાઈફસ્ટાઈલ વર્કશોપ યોજાયો:વિદ્યાર્થીનીઓને સ્વસ્થ આહાર અને જીવનશૈલી વિશે માર્ગદર્શન અપાયું
    Next Article
    ડૉ. અજય રાવલને ગીતા ઓલમ્પિયાડમાં દ્વિતીય સ્થાન:ગાંધીનગરના ડૉ. રાવલે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment