Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉ. અજય રાવલને ગીતા ઓલમ્પિયાડમાં દ્વિતીય સ્થાન:ગાંધીનગરના ડૉ. રાવલે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

    2 days ago

    ગાંધીનગરના નિવાસી ડૉ. અજય રાવલે આંતરરાષ્ટ્રીય ગીતા ઓલમ્પિયાડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. કુરુક્ષેત્ર ખાતે ગીતા પ્રાકટ્ય સ્થળ પર યોજાયેલા “સહસ્ર ગીતા કંઠનાદ કાર્યક્રમ” દરમિયાન તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 1000થી વધુ ગીતાવ્રતીઓએ સમગ્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠસ્થ કરી સામૂહિક પાઠ કર્યો હતો. યોગર્ષિ બાબા રામદેવજી, ગોવિંદદેવગીરી સ્વામી અને પૂજ્ય જ્ઞાનાનંદજીની ઉપસ્થિતિમાં ડૉ. રાવલને 51,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ગીતા ઓલમ્પિયાડમાં ભારતીય સંસ્કૃતિ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેને ઉંમર મુજબ અલગ-અલગ જૂથોમાં વિભાજિત કરવામાં આવી હતી. ડૉ. અજય રાવલે 20થી 40 વર્ષના અર્જુન ગ્રુપમાં ભાગ લીધો હતો. તેમણે સેમિફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવી ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવ્યો હતો. અંતિમ તબક્કામાં ઉત્તમ પ્રદર્શન સાથે તેમણે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું. વિશ્વભરમાંથી 50,000થી વધુ સ્પર્ધકો વચ્ચે તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ₹6.50 કરોડના દારૂનો બુલડોઝરથી નાશ:પોલીસે ‘ઓપરેશન વાઈન ક્લીન’ હેઠળ દારૂબંધી ભંગ કરનારાઓને કડક સંદેશ આપ્યો
    Next Article
    Have You Missed The Bus To Jewar Airport, Or Is Property Still A Smart Buy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment