Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરાની શ્રીરંગ મહાવિદ્યાલયમાં TET-TAT પરીક્ષાનો કેમ્પ યોજાયો:બે સપ્તાહના તાલીમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું

    7 hours ago

    બીલીમોરાની શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયમાં TET-TAT પરીક્ષા માટે બે સપ્તાહનો તાલીમ કાર્યક્રમ યોજાયો. આયોજન કોલેજની IQAC સમિતિ અને ખારેલ સ્થિત "સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગ" દ્વારા B.Ed. ના તાલીમાર્થીઓ માટે કરાયું હતું. ૧૬ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ શિક્ષક બનવા જરૂરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન અને તૈયારી કરાવવાનો હતો. ઉદ્ઘાટન પ્રસંગે "સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગ" ના કિન્નરીબેન પટેલ અને ડો. રેખાબેન હાજર રહ્યા હતા. બે સપ્તાહ દરમિયાન, દરરોજ બે કલાકના બે સત્રોમાં વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું. TET-1, TET-2, TAT અને મુખ્ય કસોટીના પરીક્ષા માળખા વિશે માહિતી અપાઈ. ગણિત, તર્કશક્તિ, ભાષા, સામાન્ય જ્ઞાન અને શિક્ષણ અભિયોગ્યતા જેવા વિષયો આવરી લેવાયા. ડો. કલ્પેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળ રહ્યો. પ્રા. ડો. ગાયત્રીબેન પટેલ અને પ્રા. ડો. કિરીટ ચૌહાણે આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી. તાલીમાર્થીઓને સરકારી શાળાઓમાં શિક્ષક બનવા ઉત્તમ જ્ઞાન મળ્યું.
    Click here to Read More
    Previous Article
    પાટડીમાં પત્ની સાથે આડાસંબંધના કારણે આધેડની હત્યા:પોલીસે ગણતરીના કલાકોમાં પતિ, પુત્ર સહિત ત્રણ આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા
    Next Article
    રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં યુવાનનો આપઘાત:ગોડાઉને કામ પૂરું કર્યા બાદ ડિસ્ટ્રિક્ટ બેંક પાછળ ઝેર પી ભાઈને ફોટો મોકલ્યો, સારવાર દરમિયાન મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment