Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં યુવાનનો આપઘાત:ગોડાઉને કામ પૂરું કર્યા બાદ ડિસ્ટ્રિક્ટ બેંક પાછળ ઝેર પી ભાઈને ફોટો મોકલ્યો, સારવાર દરમિયાન મોત

    7 hours ago

    રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવનગરમાં રહેતા 20 વર્ષીય યુવાન વિકાસ ભાવુભાઈ તલસાણીયાએ જુના માર્કેટ યાર્ડ સંકુલમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બકાલાના ગોડાઉનમાં પોતાની રોજિંદી મજૂરીનું કામ પૂર્ણ કર્યા બાદ તેણે નજીકમાં જ આવેલી ડિસ્ટ્રિક્ટ બેંકની પાછળના ભાગે જઈ ઝેર પીધા બાદ પોતાનો ફોટો અને લોકેશન ભાઈને મોકલીને બનાવની જાણ કરી હતી જેથી પરિવારજનો તુરંત ઘટનાસ્થળે પહોંચી યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ​આપઘાત કરનાર વિકાસ તલસાણીયા ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો અને જુના માર્કેટ યાર્ડમાં આવેલ વિશાલભાઈના બકાલાના ગોડાઉનમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. સાંજે 7 વાગ્યા આસપાસ તે ગોડાઉનનું તમામ કામ પૂર્ણ કરી પોતાનું હોન્ડા ત્યાં જ મૂકીને નીકળી ગયો હતો. ગોડાઉન માલિક વિશાલભાઈએ હોન્ડા રેઢું પડેલું જોતાં વિકાસના ભાઈને ફોન કરીને તેની પુછપરછ કરી હતી. આ જ સમયે વિકાસે પોતાના ભાઈને ડિસ્ટ્રિક્ટ બેંક પાછળ ઝેર પી લીધું હોવાનો મેસેજ અને ફોટો મોકલ્યો હતો જેથી પરિવારજનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તેને હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરાની શ્રીરંગ મહાવિદ્યાલયમાં TET-TAT પરીક્ષાનો કેમ્પ યોજાયો:બે સપ્તાહના તાલીમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું
    Next Article
    જેટકોની 220 કેવી વીજલાઈન સામે ખેડૂતોમાં રોષ:વળતર વિના દાદાગીરી કરી ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના સહીઓ કરાવી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment