Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેટકોની 220 કેવી વીજલાઈન સામે ખેડૂતોમાં રોષ:વળતર વિના દાદાગીરી કરી ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના સહીઓ કરાવી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર

    6 hours ago

    પોરબંદર જિલ્લામાં જેટકો (GETCO) કંપનીની 220 કેવી હાઈટેન્શન વીજલાઈન નાખવા સામે ખેડૂતોમાં રોષ છે. ભોગાતથી રાણાવાવ જતી આ લાઈન માટે યોગ્ય વળતર વિના થાંભલા ખોદવામાં આવતા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ફટાણા, શીંગડા, ખાંભોદર, સીસલી, રાતોરનગર સહિતના ગામોના સેંકડો ખેડૂતોએ આક્ષેપ કર્યો કે, કંપનીના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ખેતરોમાં ઘૂસી દાદાગીરી કરી રહ્યા છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના સહીઓ કરાવી લેવાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે, એક વર્ષ વીતવા છતાં ઘઉંના પાકને નુકસાન થવા છતાં વળતર મળ્યું નથી. કેટલાક ખેડૂતોના મકાનો અને ફળિયા પાસેથી જોખમી લાઈન પસાર કરાઈ છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે, જો કાયદેસર અને બજારભાવ મુજબ વળતર નહીં મળે તો જેતપુરના ખેડૂતોની જેમ ઉગ્ર આંદોલન કરાશે. તેમણે 'જય જવાન, જય કિસાન'ના નારા લગાવી ન્યાયની માંગ કરી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં યુવાનનો આપઘાત:ગોડાઉને કામ પૂરું કર્યા બાદ ડિસ્ટ્રિક્ટ બેંક પાછળ ઝેર પી ભાઈને ફોટો મોકલ્યો, સારવાર દરમિયાન મોત
    Next Article
    सुप्रीम कोर्ट ने FORM-6 पर क्या कहा कि फंस गया आयोग, इस्तीफ़े की माँग ने पकड़ी ज़ोर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment