Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીમાં પત્ની સાથે આડાસંબંધના કારણે આધેડની હત્યા:પોલીસે ગણતરીના કલાકોમાં પતિ, પુત્ર સહિત ત્રણ આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા

    8 hours ago

    પાટડીના બામણવા ગામે પત્ની સાથે આડાસંબંધના મનદુઃખમાં પતિ પસા ચતુર ચાવડાએ પુત્ર અશ્વિન ચાવડા અને પવન ઈશ્વર રાઠોડ સાથે મળી 55 વર્ષીય ઠાકોર વીરજી ભાથીની હત્યા કરી હતી. વીરજી શનિવારે રાત્રે જમીને ખેતરે સુવા જતા હતા. તે દરમિયાન રસ્તામાં તીક્ષ્ણ હથિયારોથી તેમના પર હુમલો કરાયો હતો. સવારે લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળતા પોલીસને જાણ કરાઈ હતી. પાટડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી, ગુનો નોંધી મૃતદેહ પોસ્ટમોર્ટમ મોકલ્યો હતો. ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરાઈ હતી. તપાસમાં હત્યાનું કારણ પત્ની સાથેના આડાસંબંધનું મનદુઃખ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ પસા ચાવડા, અશ્વિન ચાવડા અને પવન રાઠોડને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાઉથ આફ્રિકા T-20 લીગના 5 વર્ષ પૂર્ણ:લગભગ 16 લાખ ટિકિટો વેચાઈ, 50 કરોડ લોકોએ ટીવી પર જોઈ; 17 જાન્યુઆરીથી નવી સીઝન
    Next Article
    બીલીમોરાની શ્રીરંગ મહાવિદ્યાલયમાં TET-TAT પરીક્ષાનો કેમ્પ યોજાયો:બે સપ્તાહના તાલીમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment