Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પેશિયલ TET પાસ ઉમેદવારોનો સરકાર સામે મોરચો:‘2,908 જગ્યાઓની ભરતી શરૂ કરો’, 422 ઉમેદવારોનું ભવિષ્ય અદ્ધરતાલ; 30 ઓક્ટોબર સુધી નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

    9 hours ago

    સ્પેશિયલ TET પાસ ઉમેદવારોએ સ્પેશિયલ એજ્યુકેટરની સ્થગિત ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં સરકાર સામે મોરચો ખોલ્યો છે. ઉમેદવારોએ દિવ્યાંગ કમિશનરને આવેદનપત્ર આપી ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવાની રજૂઆત કરી છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે રાજ્યના 422 ક્વોલિફાઈડ Special TET પાસ ઉમેદવારોનું ભવિષ્ય હાલ અદ્ધરતાલ બની ગયું છે. ઉમેદવારોના જણાવ્યા મુજબ, રાજ્યમાં સ્પેશિયલ એજ્યુકેટરની 2,908 જગ્યાઓની ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવી જોઈએ. ઉમેદવારોએ માંગ કરી છે કે 1,504 જગ્યાઓ અનામત રાખ્યા બાદ બાકીની જગ્યાઓ પર તાત્કાલિક ભરતી શરૂ કરવામાં આવે. ભરતીમાં વિલંબથી વયમર્યાદાનો પ્રશ્ન ઉમેદવારોએ રજૂઆતમાં જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે અનેક ઉમેદવારોની વયમર્યાદા વટાવી જવાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોનું કહેવું છે કે લાયકાત ધરાવતા હોવા છતાં ભરતી પ્રક્રિયા અટકી રહેતા તેમની નોકરીની તક પર અસર થઈ રહી છે. આ ઉપરાંત, સમાજ કલ્યાણ વિભાગ હેઠળની સ્પેશિયલ એજ્યુકેટરની ખાલી જગ્યાઓ પણ ભરવામાં આવે તેવી માંગ ઉમેદવારોએ કરી છે. 30 ઓક્ટોબર સુધી નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી ઉમેદવારોએ સરકાર અને શિક્ષણ વિભાગને 30 ઓક્ટોબર સુધીમાં યોગ્ય નિર્ણય લેવા માટે સમયમર્યાદા આપી છે. જો આ સમયગાળા દરમિયાન ભરતી પ્રક્રિયા શરૂ કરવા અંગે નિર્ણય નહીં લેવાય તો ગાંધીચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. ઉમેદવારોએ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપતા પોતાના લોહીથી વડાપ્રધાનને પત્ર લખવા તેમજ સ્પેશિયલ TETની માર્કશીટોની જાહેર હોળી કરવા જેવી કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. સમગ્ર મામલે ઉમેદવારોએ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારને જવાબદાર ગણાવવાની ચેતવણી આપી છે. હવે સરકાર દ્વારા સ્પેશિયલ એજ્યુકેટરની સ્થગિત ભરતી અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર ઉમેદવારોની નજર છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના ખેલૈયાઓને પોલીસે લેવડાવ્યા સંકલ્પ:ગરબા એ માત્ર ઉત્સવ નથી પરંતુ ગુજરાતની સંસ્કૃતિ છે, બહેન દીકરીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવી, યુવાનોને ખાસ નશા અને વ્યસનથી દૂર રહેવા અપીલ
    Next Article
    પોરબંદર મનપાએ 6 મહિનામાં રૂ. 9 કરોડના વેરાની વસૂલાત કરી:વ્યાજમાફી અને 10% રિબેટ સ્કીમનો લાભ લેવા ડેપ્યુટી કમિશનરની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment