Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર મનપાએ 6 મહિનામાં રૂ. 9 કરોડના વેરાની વસૂલાત કરી:વ્યાજમાફી અને 10% રિબેટ સ્કીમનો લાભ લેવા ડેપ્યુટી કમિશનરની અપીલ

    8 hours ago

    પોરબંદર મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં આશરે 9 કરોડ રૂપિયાનો વેરો વસૂલ કર્યો છે. બાકીદારો માટે વ્યાજમાફી અને નિયમિત કરદાતાઓ માટે 10 ટકા રિબેટ સ્કીમ શરૂ કરાઈ છે. ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ જણાવ્યું કે, આ વર્ષે મનપાની કુલ વેરા ડિમાન્ડ આશરે 29 કરોડ રૂપિયા છે. અત્યાર સુધીમાં 9 કરોડ રૂપિયા વસૂલ થયા છે, જેમાં 4 કરોડથી વધુ રકમ ડિજિટલ માધ્યમથી મળી છે. મનપાનું જૂનું લેણું વ્યાજ સહિત આશરે 78 કરોડ રૂપિયા છે. મુદત પૂરી થયા બાદ મોટા બાકીદારો સામે મિલકત સીલ અને નળ કનેક્શન કાપવાની કાર્યવાહી થશે. જૂના બાકીદારો માટે 31 ઓક્ટોબર સુધી વ્યાજમાફી યોજના છે. મૂળ રકમ ભરપાઈ કરનારને વ્યાજમાં સંપૂર્ણ રાહત મળશે. નિયમિત વેરો ભરનારા માટે 10 ટકા રિબેટ સ્કીમની મુદત 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સ્પેશિયલ TET પાસ ઉમેદવારોનો સરકાર સામે મોરચો:‘2,908 જગ્યાઓની ભરતી શરૂ કરો’, 422 ઉમેદવારોનું ભવિષ્ય અદ્ધરતાલ; 30 ઓક્ટોબર સુધી નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    નિકોલમાં ખોડલધામના રથના વધામણાં: 8 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા:ભોજલધામ સોસાયટીથી નવરાત્રિ ગ્રાઉન્ડ સુધી મા ખોડલની ભવ્ય રથયાત્રા યોજાઈ; સામાજિક અને રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment