Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિકોલમાં ખોડલધામના રથના વધામણાં: 8 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા:ભોજલધામ સોસાયટીથી નવરાત્રિ ગ્રાઉન્ડ સુધી મા ખોડલની ભવ્ય રથયાત્રા યોજાઈ; સામાજિક અને રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ

    7 hours ago

    શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા માટે અમદાવાદ પહોંચેલા મા ખોડલના રથના વધામણાં કરવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ શ્રી ખોડલધામ સમિતિ- અમદાવાદ દ્વારા 4 ઓક્ટોબર ને રવિવારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતી, મહાલાપસી મહોત્સવ તેમજ લોકડાયરાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. આ દિવ્ય આયોજનમાં 8 હજાર જેટલા શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય કાર્યક્રમ પૂર્વે નિકોલની ભોજલધામ સોસાયટીથી શ્રી ખોડલધામ-AMC નવરાત્રિ ગ્રાઉન્ડ સુધી મા ખોડલના રથની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતાં સમગ્ર માર્ગ ‘જય ખોડિયાર’ના નાદથી ગુંજી ઊઠ્યો હતો. રથયાત્રા નવરાત્રિ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા બાદ શ્રદ્ધાળુઓ દ્વારા દિવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહાલાપસી મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં હજારો લોકોએ માતાજીનો મહાપ્રસાદ લીધો હતો. આ ગૌરવવંતા પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ગુજરાત સરકારના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઈ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉપરાંત રાજકીય અગ્રણી સિદ્ધાર્થભાઈ પટેલ, પ્રશાંતભાઈ કોરાટ, નરહરિભાઈ અમીન, ગોરધનભાઈ ઝડફીયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી. સાથે જ શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલ, અમદાવાદ ઝોન અધ્યક્ષો પરસોત્તમભાઈ ગેવરીયા, વિઠ્ઠલભાઈ, કનુભાઈ કોઠીયા, કન્વીનર મગનભાઈ પટેલ, નવરાત્રિ મહોત્સવના કન્વીનર જયેશભાઈ પટેલ, રથ સમિતિના કન્વીનર નરસીભાઈ કાનાણી સહિતના કન્વીનર, સહ કન્વીનરોએ હાજરી આપી હતી. મહાઆરતી બાદ યોજાયેલા ભવ્ય લોકડાયરામાં હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા સહિતના સાથી કલાકારોએ સાહિત્ય, ભક્તિ અને સંસ્કૃતિની અદભુત રમઝટ બોલાવી હતી, જેણે ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટના હોદ્દેદારો અને આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્વયંસેવકો અને ધર્મપ્રેમી જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર મનપાએ 6 મહિનામાં રૂ. 9 કરોડના વેરાની વસૂલાત કરી:વ્યાજમાફી અને 10% રિબેટ સ્કીમનો લાભ લેવા ડેપ્યુટી કમિશનરની અપીલ
    Next Article
    'કોંગ્રેસ મુસ્લિમ લીગનો નવો અવતાર, રાહુલ ગાંધી મોર્ડન જિન્ના':વોટબેંકના લીધે કેપ્ટન સ્મિત માટે એક ટ્વીટ ના કરી શક્યા; બનાસકાંઠામાં ભાજપ પ્રભારી તરૂણ ચુઘ વરસ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment