Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના ખેલૈયાઓને પોલીસે લેવડાવ્યા સંકલ્પ:ગરબા એ માત્ર ઉત્સવ નથી પરંતુ ગુજરાતની સંસ્કૃતિ છે, બહેન દીકરીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવી, યુવાનોને ખાસ નશા અને વ્યસનથી દૂર રહેવા અપીલ

    9 घंटे पहले

    ગરબા પહેલા ગરબા એટલે વેલકમ નવરાત્રી અને ગરબા પછી ગરબા એટલે બાય બાય નવરાત્રી આ છે રંગીલા રાજકોટની આગવી ઓળખ. અહીંયા એક મહિનો સુધી ખેલૈયાઓ ગરબા રમી નવરાત્રી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે ખાસ રાજકોટ પોલી તરફથી ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ ખેલૈયાઓને સંકલ્પ લેવડાવી બહેન દીકરીઓની સલામતી અંગે કાળજી રાખવા, કાયદાનું પાલન કરવા અને ખાસ ડ્રગ કે અન્ય પદાર્થોના નશો કે વ્યશનથી દૂર રહેવા ભાર પૂર્વક અપીલ કરી છે. રાજકોટના વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત વેલકમ નવરાત્રીમાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટના હજારો ખેલૈયાઓને એક સાથે ખાસ સંકલ્પ લેવડાવ્યા હતા. તેમને ખેલૈયાઓને સંકલ્પ લેવડાવતાં જણાવ્યું હતું કે, ગરબા એ માત્ર ઉત્સવ નથી ગુજરાતીઓની સંસ્કૃતિ છે. કોઈપણ બેન દીકરી કે માતા ગરબા રમવા જાય છે ત્યારે તેનું સન્માન અને સુરક્ષા જળવાઈ રહે એ જવાબદારી માત્ર પોલીસની નથી આપણા બધાની છે આપણે બધાએ તેમની સાથે મળીને કાળજી લેવી જોઈએ. માટે અહિયાંથી હું બધા ને એ જ કહેવા માંગુ છું કે સૌથી પહેલા અને સૌથી મોટો સંકલ્પ એ જ લેવો જોઈએ કે બહેન દીકરીઓની સુરક્ષા અને સન્માન જાળવીશું. યુવાનોને કહેવા માંગીશ કે ઉત્સવ મન મૂકીને મનાવો પણ સાથે સાથે બે ત્રણ વસ્તુનું તમે ધ્યાન પણ જરૂર રાખો. ઉત્સવ દરમિયાન આવતા જતા વખતે રસ્તામાં ટ્રાફિકના તમામ નિયમોનું ચોક્કસ પાલન કરીએ. અને ખાસ અગત્યનું કે આજના યુગમાં નશો એ મોટો પડકાર બની ગયો છે તો આ નવરાત્રી પર્વમાં ખાસ સંકલ્પ સાથે આપણ નશાથી દૂર રહીએ અને બીજા આસપાસના લોકો અને મિત્રોને નશાથી દૂર કરાવીએ.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના વિદ્યાર્થીએ SGFI ચેસમાં ત્રીજો ક્રમ મેળવ્યો:ઇનોવેટિવ સ્કૂલના અયાન જાદવે ઝોન કક્ષાએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન
    Next Article
    સ્પેશિયલ TET પાસ ઉમેદવારોનો સરકાર સામે મોરચો:‘2,908 જગ્યાઓની ભરતી શરૂ કરો’, 422 ઉમેદવારોનું ભવિષ્ય અદ્ધરતાલ; 30 ઓક્ટોબર સુધી નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment