Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TET મુક્તિ મુદ્દે શિક્ષકોનું આંદોલન તેજ:23 જૂનથી 5 જુલાઈ સુધી સાંસદ સંપર્ક અને સમર્થન અભિયાન, જનપ્રતિનિધિઓના સમર્થનપત્ર મેળવવા પ્રયાસ

    14 hours ago

    TET અનિવાર્યતા મુદ્દે શિક્ષકો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને હવે વધુ વેગ મળ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) ગુજરાતે આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરી છે. 23 જૂનથી 5 જુલાઈ, 2026 દરમિયાન રાજ્યભરમાં "સાંસદ સંપર્ક અને સાંસદ સમર્થન અભિયાન" યોજાશે, જેમાં શિક્ષકો લોકસભા અને રાજ્યસભાના સાંસદોને મળી TET મુક્તિ મુદ્દે સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે. સાંસદો સાથે મુલાકાત કરી સમર્થન મેળવવાનો પ્રયાસ કરાશે બીજા તબક્કામાં શિક્ષકો સાંસદોને મળીને TET અનિવાર્યતા અંગેની વર્તમાન સ્થિતિથી અવગત કરાવશે અને સંગઠનનું આવેદનપત્ર સોંપશે. સાથે જ સાંસદો પાસેથી લેખિત સમર્થનપત્ર મેળવવા, શિક્ષણ મંત્રાલય સમક્ષ મુદ્દો ઉઠાવવા તથા સંસદમાં પ્રશ્ન પૂછવાની વિનંતી કરવામાં આવશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત અધ્યક્ષ મિતેશ ભટ્ટે જણાવ્યું હતું કે TET મુક્તિનો મુદ્દો શિક્ષકોના હિત, માનવીય ગૌરવ અને શિક્ષણ વ્યવસ્થાના સ્થાયી ઉકેલ સાથે જોડાયેલો છે. તેથી જનપ્રતિનિધિઓ અને સમાજના વિવિધ વર્ગોનું વ્યાપક સમર્થન મેળવવા રાજ્યભરમાં સંગઠિત અભિયાન હાથ ધરવામાં આવશે. શિક્ષકોએ આ સમગ્ર કાર્યક્રમને ગંભીરતા અને એકતા સાથે સફળ બનાવવા અપીલ પણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્નીનું નિધન:પ્રફુલ પટેલ સ્વજનોને ગળે મળી રડ્યા, CM-નાયબ મુખ્યમંત્રી આવ્યા, હિંમતનગરમાં થોડીવારમાં અંતિમવિધિ
    Next Article
    CERC દ્વારા ગ્રાહકો માટે વોટ્સએપ ફરિયાદ ડેસ્ક શરૂ:ફરિયાદ નોંધણી પ્રક્રિયાને વધુ સરળ અને સુલભ તેમ જ કાર્યક્ષમ બનાવવા નવતર અભિગમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment