Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TET ફરજિયાત મુદ્દે જૂનાગઢના શિક્ષકોમાં રોષ:શિક્ષક ઉત્કર્ષ મંડળ અને શૈક્ષિક મહાસંઘે કલેક્ટરને આવેદન આપ્યું, 2010 પહેલાંના શિક્ષકોને કાયમી મુક્તિ આપવા માંગ

    1 day ago

    જૂનાગઢ જિલ્લાના વિવિધ શિક્ષક સંગઠનો દ્વારા રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ (NCTE)ની 23 ઓગસ્ટ 2010ની અધિસૂચના અને સુપ્રીમ કોર્ટના 29 મે 2026ના ચુકાદા બાદ ઊભી થયેલી પરિસ્થિતિના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોના સેવા હિતો, સિનિયોરિટી અને ભવિષ્યની સુરક્ષા માટે કાયદાકીય તેમજ નીતિગત સંરક્ષણ પૂરું પાડવાની માંગ સાથે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. નિયમો પૂર્વલક્ષી અસરથી લાગુ કરવા ન્યાયસંગત નથી શિક્ષક સંગઠનોનું સ્પષ્ટપણે માનવું છે કે કોઈપણ નવો નિયમ કે નીતિ તેની અમલની તારીખથી જ પ્રભાવી બને છે. વર્ષ 2010 પહેલાં દેશ અને રાજ્યમાં લાખો શિક્ષકોની ભરતી તે સમયે પ્રવર્તમાન નિયમો અને પાત્રતાના ધોરણો મુજબ કાયદેસર રીતે કરવામાં આવી હતી. આ શિક્ષકોએ દાયકાઓ સુધી શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું હોવાથી, વર્ષો પછી નક્કી થયેલા નવા ધોરણો તેમના પર પૂર્વલક્ષી અસરથી થોપવા તે કુદરતી ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. શિક્ષકોને ફરજિયાત TET માંથી મુક્તિ આપવામાં આવે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ ભરત રાઠોડે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોની જ્યારે જે તે સમયે પ્રવર્તમાન ભરતી થઈ, ત્યારે લાયકાતના ધોરણે જે ભરતી થઈ એ લાયકાત પ્રમાણિક ત્યારે પણ હતી અને પહેલેથી પ્રમાણિત લાયકાત છે. ત્યારે શિક્ષણની જો ગુણવત્તાની વાત કરીએ તો ગુણવત્તા આપણા માટે સર્વોચ્ચ છે. ગુણવત્તાની સાથે સાથે GCERT ગાંધીનગર દ્વારા દર વર્ષે શિક્ષકો દ્વારા શિક્ષકોને 15 થી 16 કલાકની શિક્ષક સજ્જતા તાલીમ પણ આપવામાં આવે છે. એટલે શિક્ષક તાલીમથી સજ્જ થઈ અને એના વર્ગખંડમાં જે છે એ અભ્યાસ આપે છે. તો શિક્ષણની જે શિક્ષકોનું સમર્પણ છે, એના અનુભવ છે, એના સેવાના જે દિવસો છે એ પણ ગુણવત્તાનો જ એક ભાગ છે. રાજ્ય સરકારે જે TET ફરજિયાતનું જે અમલીકરણ કર્યું છે, જે આદેશ કર્યો છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતને સુસંગત નથી. એટલે આપણે રાજ્ય સરકારને આજે અમે બધા જુદા જુદા સંગઠનોના માધ્યમથી ભેગા થયા છીએ અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદન આપીએ છીએ અને અમારી માંગણી છે કે ફરજિયાત TET માંથી મુક્તિ આપવા સરકાર વિચારણા કરે. એક પછી એક પરીક્ષાઓ ચાલુ રહેશે તો બાળકોના શિક્ષણ ઉપર અસર પડશે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ જાનકી કુંભાણીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ટેટ (TET) પરીક્ષા પાસ કરવા માટે દરેક રાજ્યના બધા જ શિક્ષકો માટેનો જે કાયદો આવેલો છે, તો એના માટે અમારી કેન્દ્ર સરકારને વિનંતી છે કે આ કાયદા ઉપર ફરી વિચારણા કરવામાં આવે. આ પહેલાં પણ હિન્દી અને CCC જેવી પરીક્ષાઓ આવેલી અને એ બંને પરીક્ષા છે એ દરેક શિક્ષકોએ પાસ પણ કરેલી છે. જો આમને આમ એક પછી એક પરીક્ષાઓ ચાલુ રહેશે તો શિક્ષકોનું જે માનસિક ધ્યાન છે એ આ બાજુ જ રહેશે અને એની અસર છે એ બાળકોના શિક્ષણ ઉપર પણ જોવા મળશે. એટલે અમારી કેન્દ્ર સરકારને વિનંતી છે કે આ કાયદો છે એના ઉપર ફરી વિચારણા કરવામાં આવે. લાખો શિક્ષકોના પરિવારોને માનસિક તણાવમાંથી મુક્ત કરવામાં આવે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીને સંબોધીને મોકલેલા આવેદનપત્રમાં મુખ્ય 4 માંગણીઓ રજૂ કરવામાં આવી છે જેમાં 23 ઓગસ્ટ 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ પ્રાથમિક શિક્ષકોને TET પરીક્ષાની ફરજિયાતતામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે. આ તમામ જૂના શિક્ષકોની સેવા, નોકરીની સિનિયોરિટી),પ્રમોશન અને નિવૃત્તિના તમામ કાયદેસરના લાભોને અબાધિત રાખી સંપૂર્ણ કાનૂની સંરક્ષણ આપવામાં આવે. લાખો શિક્ષકોના પરિવારોને માનસિક તણાવમાંથી મુક્ત કરવા માટે જરૂર જણાય તો સંસદમાં વિશેષ વહીવટી જોગવાઈ કે કાયદાકીય સુધારો કરીને કાયમી ઉકેલ લાવવામાં આવે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક સમાન અને સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરવામાં આવે, જેથી શિક્ષકોમાં વ્યાપેલી અસુરક્ષાની ભાવના તાત્કાલિક દૂર થાય તેવી માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મનપાના અધિકારીઓની શોર્ટકટ નીતિનો ભાંડો ફૂટ્યો:CM ડેશબોર્ડના ડરે કાગળ પર ચમત્કાર બતાવતા અધિકારીઓ પર કમિશનર લાલઘૂમ, બારોબાર ફરિયાદો કલોઝ કરવાની પરંપરા બંધ કરવા સૂચના
    Next Article
    હિંમતનગર નગરપાલિકાને બોમ્બની ધમકીનો ઈ-મેઈલ:SOG, બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ; શંકાસ્પદ વસ્તુ ન મળતાં રાહતનો શ્વાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment