Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબના પૂર્વ ડેપ્યુટી CM સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો:પોલીસકર્મી પણ ઘાયલ, નાંદેડમાં હુમલાખોરે તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો; હોસ્પિટલમાં દાખલ

    21 hours ago

    શિરોમણી અકાલી દળના પ્રમુખ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર નાંદેડમાં જીવલેણ હુમલો થયો છે. હુમલામાં તેમની સુરક્ષામાં તહેનાત એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. સુખબીર સિંહ બાદલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાદલ પર એક હુમલાખોરે ધારદાર હથિયારથી હુમલો કર્યો અને તેમના હાથમાં ઈજા થઈ છે. નાંદેડના માતા સાહિબ કૌર વિસ્તારના એક ગુરુદ્વારામાં એક નિહંગે તીક્ષ્ણ હથિયાર (જેને કૃપાણ કહેવામાં આવી રહ્યું છે) વડે હુમલો કર્યો. આ દરમિયાન સુખબીર સિંહ બાદલના જમણા હાથમાં ઈજા થઈ અને તેમને એક ખાનગી યશોસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. નાંદેડ પોલીસે આ માહિતી આપી છે. બાદલ ગુરુદ્વારામાં માથું ટેકવવા પહોંચ્યા હતા માહિતી અનુસાર સુખબીર સિંહ બાદલ પરિવાર સાથે નાંદેડ પહોંચ્યા હતા અને ગુરુદ્વારા માતા સાહિબ કૌરમાં માથું ટેકવવા ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ તેમના પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. હુમલો નાંદેડના ગુરુદ્વારા માતા સાહિબ કૌરમાં થયો હતો. કહેવાય છે કે બાદલના એક સુરક્ષાકર્મી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતીમાં સુખબીર બાદલ પર કૃપાણથી હુમલો થયાની વાત સામે આવી છે. બાદલના હાથમાં થઈ ઈજા હુમલા દરમિયાન બાદલના હાથમાં ઈજા થઈ હોવાની માહિતી સામે આવી છે. તેમની સાથે હાજર સુરક્ષાકર્મીએ પણ હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો, જેમાં તે પણ ઘાયલ થયો. ઘટના બાદ સુખબીર બાદલને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે હુમલાખોરને ઝડપી લીધો ઘટના બાદ ઘટનાસ્થળે હાજર સુરક્ષાકર્મીઓ અને અન્ય લોકોએ હુમલાખોરને ઝડપી લીધો. પોલીસે તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. હુમલા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
    Click here to Read More
    Previous Article
    35 લાખનું બેગ ને 21 લાખની ઘડિયાળ!:ભાજપ સાંસદ કંગના રનૌતના 56 લાખના લુકની ચારેકોર ચર્ચા, ₹6 હજારની છત્રીએ સાડીની શોભા વધારી
    Next Article
    વડોદરાના નવયાર્ડ વિસ્તારમાં યુવક પર હુમલો:મેડિકલ સ્ટોર બહાર 3 શખ્સોએ યુવકને માર મારીને ચપ્પુથી હુમલો કર્યો ચપ્પુના 5થી 6 ઘા મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, SSG હોસ્પિટલમાં દાખલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment