Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર નગરપાલિકાને બોમ્બની ધમકીનો ઈ-મેઈલ:SOG, બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ; શંકાસ્પદ વસ્તુ ન મળતાં રાહતનો શ્વાસ

    1 day ago

    હિંમતનગર નગરપાલિકાને બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બન્યા હતા. ઈ-મેઈલની જાણ થતાં જ પોલીસની વિવિધ ટીમો તાત્કાલિક નગરપાલિકા કચેરીએ પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ધમકીને પગલે, રાજ્યની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. હિંમતનગર નગરપાલિકા ખાતે SOG, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિત પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચી કચેરીના દરેક વિભાગમાં સઘન તપાસ કરી હતી. ઓફિસનો સમય પૂર્ણ થવાના સમયે નગરપાલિકા કચેરી ખાલી કરાવી સુરક્ષા દૃષ્ટિએ ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શંકાસ્પદ વસ્તુઓ, બેગ તેમજ અન્ય સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. મળતી માહિતી મુજબ, રાજ્યની અન્ય કેટલીક નગરપાલિકાઓને પણ બોમ્બ અંગેના આવા જ ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. પોલીસે હવે આ ઈ-મેઈલના સ્ત્રોત અંગે પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની આગળની કાર્યવાહી કરી રહી છે. તપાસ દરમિયાન કોઈ અનિચ્છનીય વસ્તુ ન મળતાં શહેરમાં સર્જાયેલો ચિંતાનો માહોલ દૂર થયો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    TET ફરજિયાત મુદ્દે જૂનાગઢના શિક્ષકોમાં રોષ:શિક્ષક ઉત્કર્ષ મંડળ અને શૈક્ષિક મહાસંઘે કલેક્ટરને આવેદન આપ્યું, 2010 પહેલાંના શિક્ષકોને કાયમી મુક્તિ આપવા માંગ
    Next Article
    શોકિંગ! નોળિયો કરડવાથી મહિલાને હડકવા થયો:ડોક્ટર પણ સ્તબ્ધ, પાણી જોતાં જ તરફડિયા મારતી મહિલા; રાજસ્થાનની મહિલા બનાસ હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment