Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શોકિંગ! નોળિયો કરડવાથી મહિલાને હડકવા થયો:ડોક્ટર પણ સ્તબ્ધ, પાણી જોતાં જ તરફડિયા મારતી મહિલા; રાજસ્થાનની મહિલા બનાસ હોસ્પિટલમાં દાખલ

    एक दिन पहले

    પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારો તબીબી કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના 45 વર્ષીય મહિલામાં નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ હડકવાના લક્ષણો જોવા મળતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ મહિલાને હડકવા થયો હોવાનું નિદાન કર્યું છે. નોળિયો કરડતા સ્થાનિક હોસ્પિટલે પહેલો ડોઝ આપ્યો, બાદમાં કહ્યું જરૂર નથી માહિતી મુજબ, દોઢ મહિના અગાઉ મહિલાને નોળિયાએ કરડતાં તેઓ સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમને હડકવા વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદના ડોઝ લેવા જતાં તેમને જણાવાયું હતું કે નોળિયાના કરડવાથી સામાન્ય રીતે હડકવા થતો નથી, તેથી બાકીના ડોઝ લેવાની જરૂર નથી. આ સલાહ બાદ મહિલાએ આગળની રસી લીધી નહોતી. પાલનપુર સિવિલમાં હડકવાનું નિદાન થયું તાજેતરમાં મહિલામાં હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા. ખાસ કરીને તેમને હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ભય જોવા મળ્યો હતો. પાણી સામે લાવતા જ તેઓ ગભરાઈ જતા હતા અને પાણી પીવામાં અસમર્થ બનતા હતા. આ લક્ષણોને આધારે પાલનપુરની બનાસ હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરી અને હડકવા હોવાનું નિદાન કર્યું. આ પ્રકારનો કિસ્સો પ્રથમ વખત જોવા મળ્યો :ડો.સુનીલ જોશી બનાસ મેડિકલ કોલેજ ખાતે અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક અજીબોગરીબ કિસ્સો હમણાં આવ્યો છે. રાજસ્થાનના સિરોહીના વતની 45 વર્ષીય ડાળીબેન ઉજાજી સરગડાને 17 જૂને દાખલ કરવામાં આવ્યાં છે. દોઢ મહિના અગાઉ એક નોળિયો એમને કરડી ગયો હતો. નોળિયો કરડ્યા પછી એ લોકો ત્યાંની સરકારી હોસ્પિટલમાં ગયા હશે, એ સરકારી હોસ્પિટલમાં એક એન્ટી રેબીસ વેક્સીન એટલે કે હડકવા વિરોધી રસીનો એક ડોઝ આપેલો હતો. ત્યારબાદ એ લોકો ફરી પાછા ગયા પણ એમને સ્થાનિક ડોક્ટરે એવું કહ્યું કે નોળિયાથી તો કોઈ દિવસ હડકવા લાગતો નથી એટલે તમે ઇન્જેક્શન નહીં લો તો ચાલશે. આથી બાકીના ઇન્જેક્શન ન લીધા. આ મહિલામાં હડકવાના હાઇડ્રોફોબિયાના સિમ્પ્ટમ્સ છે. અમારા તબીબોએ હડકવાનું નિદાન કર્યું છે. નોળિયો કરડ્યો હોય અને હડકવા થયો હોય આવો કિસ્સો મારા જીવનમાં પહેલાં ક્યારેય જોયો નથી. પાણી એમની સામે ધરતા જ એકદમ ગભરાઈ જાય અને પાણી પી ન શકે ને આમ આમ તરફડિયા મારે એ જાતના સિમ્પ્ટમ્સ અત્યારે છે. અમારા તબીબોએ તપાસી અને નક્કી કર્યું છે કે આને હડકવા લાગી ગયો છે. અને આવો કિસ્સો મેં આજ સુધી મારી જિંદગીમાં ક્યારેય પણ જોયો નથી કે કોઈ નોળિયો કરડ્યો હોય અને કોઈને હડકવા લાગ્યો હોય. જ્યારે હડકવા એકવાર લાગી જાય પછી તબીબી વિજ્ઞાન પાસે કોઈ પણ જાતની દવા અત્યાર સુધીમાં શોધાઈ નથી. એકવાર હડકવા લાગી ગયો એટલે મગજની અંદર નેગ્રી બોડી નામના બોડી પેદા થાય છે અને મગજ ઉપર અસર થવાથી ધીમે ધીમે માણસ મરી જાય છે. એટલે આ દર્દીને પણ બચવાની શક્યતા બિલકુલ નથી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર નગરપાલિકાને બોમ્બની ધમકીનો ઈ-મેઈલ:SOG, બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ; શંકાસ્પદ વસ્તુ ન મળતાં રાહતનો શ્વાસ
    Next Article
    QS Rankings 2027: MIT Tops For 15th Straight Year, Check List Of Top 20 Global Institutions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment