Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ કલેક્ટર કચેરી બહાર શિક્ષકોના ધરણા:ફરજિયાત TET પાસ કરવાના સુપ્રીમ કોર્ટના હુકમ બાદ શિક્ષક સંઘોનો વિરોધ, 2010 પહેલાના શિક્ષકોને મુક્તિની માગ

    5 days ago

    ખેડૂતો બાદ હવે શિક્ષકો દ્વારા પણ રાજ્યભરમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે. જો શિક્ષકો TET પરીક્ષા પાસ નહીં કરે તો તેમને રાજીનામુ આપવું પડશે અથવા નિવૃતિ લેવી પડશે તેવો આદેશ કરવામાં આવતા શિક્ષકો દ્વારા હવે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા ધરણા પ્રદર્શન કરી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. અમદાવાદ કલેકટર કચેરી બહાર શિક્ષકોનું ધરણા પ્રદર્શન સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. જેથી હવે શિક્ષકો સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષણ મંડળના શિક્ષકો મોટી સંખ્યામાં અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન પર બેઠા હતા. જે તે સમયે નોકરીમાં લાગ્યા ત્યારબાદ હવે TET પરીક્ષા પાસ કરવી જરૂરી ન હોવાના દાવા સાથે શિક્ષકોએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ તેની સાથે સાથે OPS યોજના લાગુ કરવાની માંગ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા હતી. ધારણા પ્રદર્શન કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષણ મંડળના કેટલાક પ્રતિનિધિઓએ કલેક્ટરને TET પરીક્ષા નાબૂદ કરવા માટે આવેદનપત્ર પણ આપ્યું હતું. 2010 પહેલાના શિક્ષકોને ફરજિયાત ટેટમાંથી મુક્તિ આપવાની માગ શિક્ષક સૌરભ શુક્લાએ જણાવ્યું હતું કે, TET અને OPSને લઈને આજે કલેકટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ. TET પરીક્ષા નાબૂદ કરવાની અને OPS યોજના લાગુ કરવા અમારી માંગ છે. TET પરીક્ષા નાબૂદ કરવા માટે એટલા માટે માંગ કરી રહ્યા છીએ કે અમે જે તે સમયે નોકરીમાં લાગ્યા ત્યારે નિયમ મુજબ લાગ્યા હતા. અત્યારે કોઈપણ વ્યક્તિની ક્ષમતા એક સરખી રહેતી નથી. 30 વર્ષ પહેલા જે તે પરીક્ષા પાસ કરીને નોકરીમાં લાગ્યા હતા. જેથી તે સમયે જે ક્ષમતા હતી તે હજુ પણ રહે તે શક્ય નથી. તો પણ અમે બધા શિક્ષકો તાલીમ લઈ રહ્યા છીએ. તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે તો પછી કેમ TET પરીક્ષા આપવાની જરૂર છે ? જેથી તેની અમને કોઈપણ પ્રકારની જરૂર લાગતી નથી. 'અમારી માગ નહીં સ્વીકારાય તો ગાંધીનગરમાં ધરણા કરીશું' અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, 2010 પહેલા જે શિક્ષકો નોકરીમાં લાગ્યા છે તે લોકોને TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે. 20 થી 25 વર્ષ નોકરીમાં થયા બાદ હવે પરીક્ષા આપવી યોગ્ય લાગતી નથી. તેમજ હવે રિટાયર્ડ થવાની તૈયારીમાં છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે પરીક્ષા પાસ કરવામાં આવશે તો જ લાભો મળશે. જેથી તેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ. TET પરીક્ષા રદ કરવામાં અને OPS યોજના લાગુ કરવામાં આવે તે જ અમારી માંગણી છે. તેથી અત્યારે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. વધુમાં મનોજ પટેલે જણાવ્યું હતું કે, તેમજ જો અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો જરૂર પડશે તો અમે રાજ્ય સરકારને રજૂઆત કરવા માટે ધરણા પ્રદર્શન પણ કરીશું. હવે TET પરીક્ષા આપવી અમને યોગ્ય લાગતી નથી જેથી અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. સરકારને પણ રજૂઆત કરીશું કે લોકસભા અને રાજ્યભામાં વિધયક લાવીને અમારી માંગણીઓ સ્વીકારવામાં આવે. જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે પણ ધરણા પ્રદર્શન કરવામાં આવશે. તેમજ દિલ્હી ખાતે પણ ધરણા પ્રદર્શન કરી ધારાસભ્ય અને સાંસદને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરીશું.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના ભારવાડા ગામે મેગા ડિમોલિશન ડ્રાઇવ:વાડીઓના પાળા દૂર કરી રૂ.40 કરોડથી વધુની 164 હેક્ટર સરકારી જમીન દબાણમુક્ત કરાશે
    Next Article
    સુરેન્દ્રનગરના મેયર, ડેપ્યુટી મેયરનું સન્માન:સમસ્ત બ્રાહ્મણ સમાજે સાલ અને મોમેન્ટો આપી અભિનંદન પાઠવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment