Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરના ભારવાડા ગામે મેગા ડિમોલિશન ડ્રાઇવ:વાડીઓના પાળા દૂર કરી રૂ.40 કરોડથી વધુની 164 હેક્ટર સરકારી જમીન દબાણમુક્ત કરાશે

    4 days ago

    પોરબંદર જિલ્લાના ભારવાડા ગામમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આજે મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. સરકારી સર્વે નંબર 1064 હેઠળ આવેલી અંદાજે 164 હેક્ટર જમીન પર થયેલા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાલુ બજાર ભાવ મુજબ આ જમીનની કિંમત અંદાજે રૂ. 40થી 42 કરોડ જેટલી હોવાનું તંત્રએ જણાવ્યું છે. 2024થી શરૂ થઈ હતી કાનૂની કાર્યવાહી અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2024થી જ દબાણકર્તાઓ સામે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, કલમ 202 હેઠળ નોટિસો સહિત અનેક વખત કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં દબાણો દૂર ન થતા આખરે આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાયું ઓપરેશન મેગા ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી તથા સ્થાનિક વહીવટી તંત્રની ટીમની હાજરીમાં સ્થળ પર દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. 129 દબાણકર્તાઓમાંથી 34ને હાઇકોર્ટના સ્ટેના કારણે રાહત અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર વિસ્તારમાં કુલ 129 દબાણકર્તાઓ છે. તેમાંના 34 દબાણકર્તાઓએ નામદાર હાઇકોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવ્યા હોવાથી હાલ તેમના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં. જ્યારે બાકીના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. સાંથણીના 100 વર્ષ થવા છતાં જમીન ખાલી ન કરી તંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ દબાણકર્તાઓમાં 43 લાભાર્થીઓ એવા છે જેમણે સાંથણી અથવા એકસાલી ધોરણે મળેલી જમીન પર દબાણ કર્યું છે. 38 લાભાર્થીઓએ પોતાની માલિકીની અથવા સંલગ્ન જમીન સાથે સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે, જ્યારે 48 લાભાર્થીઓએ અગાઉ ડેમ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવેલી જમીન પર દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. તંત્રનું કહેવું છે કે તમામ સંબંધિત દબાણદારોને અગાઉથી કાયદેસરની નોટિસો આપવામાં આવી હતી અને સમગ્ર કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આજે આ મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચાર શહેરોની મનપા કચેરીને ઉડાવી દેવાની ધમકી:ખાલિસ્તાન નેશનલ આર્મીએ કર્યો મેઈલ, વધુ એક યુવક બન્યો સિંહનો શિકાર, CA દંપતીએ સગાંઓનું ફૂલેકું ફેરવ્ચું
    Next Article
    અમદાવાદ કલેક્ટર કચેરી બહાર શિક્ષકોના ધરણા:ફરજિયાત TET પાસ કરવાના સુપ્રીમ કોર્ટના હુકમ બાદ શિક્ષક સંઘોનો વિરોધ, 2010 પહેલાના શિક્ષકોને મુક્તિની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment