Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં TET મુક્તિ માટે શિક્ષકોનો વિરોધ પ્રદર્શન:સાંદિપની સ્કૂલ ખાતે 2 હજારથી વધુ શિક્ષકો ધરણા પર બેઠા

    1 day ago

    ગોધરામાં TET મુક્તિની માંગ સાથે શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બામરોલી રોડ પર આવેલી સાંદિપની સ્કૂલ સંકુલ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, ગુજરાત દ્વારા આ ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાંથી ૨ હજારથી વધુ શિક્ષકો એકત્રિત થયા હતા. તેમણે સરકાર સમક્ષ TET માંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. ધરણા પર બેઠેલા શિક્ષકોએ હાથમાં પ્લે-કાર્ડ્સ અને બેનરો લહેરાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની મુખ્ય માંગ TET માંથી મુક્તિ આપવાની હતી. શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે શિક્ષકોના હિતમાં આ માંગણી સ્વીકારવામાં આવે તે જરૂરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરત SOGનું ઓપરેશન કારાવાસ-2:કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગનો સાગરીત અને ભાઈ યુનુસ કોઠારી ઝડપાયો, 5 મેના રોજ કોર્ટે આપ્યો હતો કસ્ટડીનો આદેશ
    Next Article
    ગાંધીનગર મહાનગરપાલિકા સામે જનઆક્રોશ:કોલવડાના રહીશોએ રોડ-ગટર ઠપ્પ થતાં મ્યુનિ. કમિશનર કચેરી ગજવી, પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment