Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત SOGનું ઓપરેશન કારાવાસ-2:કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગનો સાગરીત અને ભાઈ યુનુસ કોઠારી ઝડપાયો, 5 મેના રોજ કોર્ટે આપ્યો હતો કસ્ટડીનો આદેશ

    1 day ago

    સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન કારાવાસ-2' અંતર્ગત પોલીસને એક સફળતા મળી છે. SOGની ટીમે જાણીતી અને કુખ્યાત એવી કોઠારી ગેંગના એક સક્રિય સભ્યને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી મોહમ્મદ યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી (ઉં.વ. 57) છે, જે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સજ્જુ કોઠારીનો સગ્ગો ભાઈ છે. શું છે સમગ્ર મામલો? વર્ષ 2021માં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં કોઠારી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી યુનુસ કોઠારીને વર્ષ 2021માં કોર્ટે શરતી જામીન આપ્યા હતા. જો કે, જામીન પર મુક્ત થયા બાદ તેણે શરતોનો ભંગ કર્યો હતો. આથી, એસીપી જી-ડિવિઝન મલ્હોત્રા દ્વારા તેના જામીન રદ કરવાની અરજી કરવામાં આવી હતી. જેના આધારે અઠવા કોર્ટે ગત 5 મે 2026ના રોજ યુનુસના જામીન રદ કરી તેને ફરી કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો. નાનપુરાથી થઈ ધરપકડ કોર્ટના આદેશ બાદ ધરપકડથી બચવા માટે આરોપી સતત નાસતો ફરતો હતો. આ દરમિયાન એસ.ઓ.જી.ના કોન્સ્ટેબલ રામભાઈ અને વિકાસભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી નાનપુરા વિસ્તારમાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને નાનપુરા જમરૂખ ગલીના નાકા પાસેથી તેને દબોચી લીધો હતો.ડીસીપી રાજદીપ સિંહ નકુમએ જણાવ્યું કે કોઠારી ગેંગના આ સક્રિય સભ્યની ધરપકડ બાદ હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર અભયારણ્ય નજીક વિસ્તારમાં વન વિભાગની નોટિસ:જૂનાગઢના દૂબળી વિસ્તારમાં વન વિભાગે ફટકારેલી 83 નોટિસોથી ગણેશનગરમાં ફફડાટ, રહીશો ન્યાય મેળવવા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું,
    Next Article
    ગોધરામાં TET મુક્તિ માટે શિક્ષકોનો વિરોધ પ્રદર્શન:સાંદિપની સ્કૂલ ખાતે 2 હજારથી વધુ શિક્ષકો ધરણા પર બેઠા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment