Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મહાનગરપાલિકા સામે જનઆક્રોશ:કોલવડાના રહીશોએ રોડ-ગટર ઠપ્પ થતાં મ્યુનિ. કમિશનર કચેરી ગજવી, પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા રોષ

    1 day ago

    ગાંધીનગર મહાનગરપાલિકાના શાસકો અને ભ્રષ્ટ વહીવટી તંત્રના કારણે કોલવડા ગામનો પાટીદાર વિસ્તાર જાણે નરક બની ગયો છે. તંત્રના ઘોર ભેદભાવ, પક્ષપાત અને આળસુ નીતિથી કંટાળીને આજે રોષે ભરાયેલા સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બર સુધી પહોંચેલા સ્થાનિકોના આક્રોશથી કોર્પોરેશન ધ્રૂજી ઉઠ્યું હતું. સ્થાનિકોએ વહીવટી તંત્રની નિષ્ફળતાના લીરેલીરા ઉડાડતું આવેદનપત્ર પાઠવીને આકરા પ્રહારો કર્યા હતા. મહાનગરપાલિકા કચેરીએ મોરચો માંડીને ઉગ્ર હલ્લાબોલ ગાંધીનગર મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે કોલવડા ગામના પાટીદાર વિસ્તારના રહીશોનો પિત્તો ગયો છે. લાંબા સમયથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારતા સ્થાનિકોએ આજે મહાનગરપાલિકા કચેરી ખાતે મોરચો માંડીને ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનરથી લઈને સ્થાનિક કોર્પોરેટરો સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતાં આજે સ્થાનિકોએ હલ્લાબોલ કરી કમિશનરને રૂબરૂ મળીને આવેદનપત્ર આપી ચીમકી આપી હતી કે, જો ટૂંક સમયમાં પ્રશ્નો ન ઉકેલાયા તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. ગામ સાથે વહીવટી તંત્ર ઘોર પક્ષપાત અને ભેદભાવ ગાંધીનગરના કોલવડા ગામના પાટીદાર વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે કોલવડા ગામ સાથે વહીવટી તંત્ર ઘોર પક્ષપાત અને ભેદભાવ રાખી રહ્યું છે. શ્રીનાથ સોસાયટી, અંબિકાનગર અને ઉમિયાનગર જેવા વિસ્તારોમાં મુખ્ય રોડ કનેક્ટિવિટીના કામો અધવચ્ચે જ લટકાવી દેવાયા છે. સૌથી ગંભીર સ્થિતિ ગટર વ્યવસ્થાની છે. નવી નાખવામાં આવેલી ડ્રેનેજ લાઈનની કામગીરી લેવલ વગર કરાતાં ગટરના ગંદા પાણી આગળ જવાને બદલે ઘરોમાં બેક મારી રહ્યા છે. પીવાના શુદ્ધ પાણીની ગંભીર કટોકટીના સ્થાનિકો દ્વારા આક્ષેપો પરિણામે લોકોના રસોડા સુધી ગટરની અસહ્ય દુર્ગંધ પહોંચી રહી છે. જે મોટા રોગચાળાને ખુલ્લું આમંત્રણ આપી રહી છે. કોલવડાના બારીવાળો વાસ, નવો માઢ, જૂનો માઢ, અને બાલાભાના વાસ જેવા ગીચ વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીની ગંભીર કટોકટી હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. સ્માર્ટ સિટીના આ ગામમાં રાત્રે અંધારપટ છવાઈ જાય છે. કારણ કે સ્ટ્રીટ લાઈટો સાવ ડીમ હોવાથી રસ્તાઓ દેખાતા નથી. આ સ્થિતિનો લાભ ઉઠાવીને સ્થાનિક વિસ્તારમાં ચોરી અને અકસ્માતોનો ગ્રાફ વધી રહ્યો છે. TP-14 અને 15ના વિકાસકામો 20 વર્ષથી કાગળ પર જ તદુપરાંત વર્ષો જૂના જર્જરિત વીજ વાયરોને કારણે વારંવાર પાવર ગુલ થઈ જાય છે. જેને અંડરગ્રાઉન્ડ કરવાની માંગ લાંબા સમયથી વણઉકેલાયેલી છે. કોલવડા TP-14 અને 15ના વિકાસકામો છેલ્લા 20 વર્ષથી કાગળ પર જ અટવાયેલા છે. બીજી તરફ TP-35ના જૂના નકશા બદલીને મંજૂરી માટે મોકલી દેવાતા સ્થાનિક ખેડૂતોમાં પણ તંત્ર સામે ભારે અસંતોષ અને વિરોધ ફાટી નીકળ્યો છે. જમીન સંપાદન અને રોડના આયોજનમાં સ્થાનિકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. નિયમિત ટેક્સ ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામના વડીલો અને આગેવાનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, આશરે 28 થી 25 હજારની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આજદિન સુધી એક સરખું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું નથી. સામાન્ય તાવ, શરદી કે ઈમરજન્સીના કિસ્સામાં પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી હોસ્પિટલોમાં લૂંટાવવા અથવા ગાંધીનગર સિવિલ સુધી લાંબા થવું પડે છે. અમે નિયમિત ટેક્સ ભરીએ છીએ છતાં અમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. જો આગામી દિવસોમાં ગટર, રોડ અને હોસ્પિટલના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી સમયમાં કોર્પોરેશન સામે ઉગ્ર ધરણાં પ્રદર્શન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં TET મુક્તિ માટે શિક્ષકોનો વિરોધ પ્રદર્શન:સાંદિપની સ્કૂલ ખાતે 2 હજારથી વધુ શિક્ષકો ધરણા પર બેઠા
    Next Article
    સોના-ચાંદીના વેપારમાં દગો અને અપહરણ:વેરાવળના યુવકનો રાજકોટમાં આત્મહત્યાનો પ્રયાસ, 10મા માળેથી લગાવી મોતની છલાંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment