Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતૃ પક્ષ 10 ઑક્ટોબર સુધી:માન્યતા- પિતૃઓની કૃપાથી પરિવારમાં સુખ જળવાઈ રહે છે; ધૂપ-ધ્યાન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું

    10 hours ago

    પિતરો માટે વિશેષ ધાર્મિક કાર્યો કરવાનો ઉત્સવ પિતૃ પક્ષ શરૂ થઈ ગયો છે. આજે ભાદરવા વદ પક્ષની એકમ તિથિએ એવા મૃત લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવશે, જેમનું મૃત્યુ એકમ તિથિએ થયું હતું. કુટુંબના મૃત લોકોને પિતૃ દેવ માનવામાં આવે છે. માન્યતા છે કે પિતૃ પક્ષમાં કરવામાં આવતા શ્રાદ્ધ કર્મ અને ધૂપ-ધ્યાનથી પિતૃ દેવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ઘર-પરિવારમાં ખુશહાલી જળવાઈ રહે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ, પિતૃ પક્ષમાં પિતરો માટે શ્રાદ્ધ-તર્પણ અને દાન-પુણ્ય ખાસ કરીને કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ભોજન, વસ્ત્રો, ધન, જૂતાં-ચંપલ, છત્રી, ઊનનાં વસ્ત્રો, ખાદ્યસામગ્રી, પલંગ વગેરે વસ્તુઓનું દાન કરી શકાય છે. આ શુભ કાર્યથી પણ પિતરોને તૃપ્તિ મળે છે અને પિતરોના આશીર્વાદથી પરિવારમાં સુખ-શાંતિ આવે છે. ધૂપ-ધ્યાન ક્યારે કરવું? શાસ્ત્રો અનુસાર સવાર અને સાંજનો સમય દેવી-દેવતાઓની પૂજા માટે શુભ માનવામાં આવે છે, જ્યારે પિતૃઓ માટે ધર્મ-કર્મ કરવાનો સૌથી સારો સમય બપોરે લગભગ 12 વાગ્યાનો હોય છે. આ સમયને કુતુપ કાળ કહેવામાં આવે છે. કુતુપ કાળમાં જ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન, તર્પણ, પિંડદાન વગેરે કરવું શુભ માનવામાં આવે છે. ધૂપ-ધ્યાન માટે જરૂરી વસ્તુઓ ગાયના છાણાથી બનેલા છાણા, ધૂપ આપવા માટે હવનકુંડ અથવા અન્ય કોઈ વાસણ, ઘી, કાળા તલ, ચોખા, ગોળ, કપૂર, પાણીથી ભરેલો તાંબાનો લોટો, ફૂલ અને બેસવા માટે આસન. જો આ બધી વસ્તુઓ ઉપલબ્ધ ન હોય, તો પાણી, તલ, છાણાના અંગારા અને ગોળ-ઘીથી પણ શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરીને ધૂપ-ધ્યાન કરી શકાય છે. તમે ઇચ્છો તો ખીર-પૂરી પણ બનાવી શકો છો. ખીર-પૂરીથી પણ ધૂપ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    બોઇંગ 737 MAX વિમાનના સોફ્ટવેરમાં ખામી:ફરીથી લેન્ડિંગ દરમિયાન નેવિગેશન ફીચર કામ કરતું નથી; ભારતમાં આ મોડલનાં લગભગ 102 પ્લેન
    Next Article
    ડિફેન્સ ડીલ જો નાની હોય, તો કેબિનેટની મંજૂરીમાંથી છૂટ મળે:સરકાર વિચાર કરી રહી છે, મોટા સંરક્ષણ સોદાઓની મંજૂરીનો સમય ઘટાડવાની તૈયારી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment