Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    POS મશીન બંધ રહેતાં દુકાનદારો પણ લાચાર બન્યાં:રેશનિંગનું સર્વર ઠપ, વિતરણ નહીં કરતાં લાખો નાગરિકોને ભારે હાલાકી

    2 days ago

    ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર વહેલી સવારથી ઠપ થઈ જતાં રાજ્યભરમાં જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. ગુજરાતની 17 હજારથી વધુ વ્યાજબી ભાવની રેશન દુકાનોમાં ઓનલાઇન પોઇન્ટ ઓફ સેલ (POS) સિસ્ટમ કાર્યરત ન રહેતાં અનાજનું વિતરણ અટકી પડ્યું હતું. નવેમ્બર મહિનાની 20મી તારીખે અનાજનો જથ્થો લેવા દુકાનો પર પહોંચેલા હજારો રેશનકાર્ડ ધારકોને અનાજ મેળવ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. મહિનાના બીજા પખવાડિયામાં જ સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતાં રેશનકાર્ડ ધારકોની મુશ્કેલી વધી છે. સર્વર બંધ થતાં રેશન દુકાનોમાં અનાજ વિતરણ અટકી પડ્યું હતું. રાજ્યભરમાં આવેલી રેશન દુકાનોમાં અનાજ વિતરણ માટે ઓનલાઇન POS સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતાં દુકાનદારો કાર્ડધારકોની વિગતોની ચકાસણી કરીને અનાજ વિતરણ કરી શક્યા નહોતા. પરિણામે અનાજ લેવા માટે લાંબી મુસાફરી કરીને અથવા રોજિંદાં કામમાંથી સમય કાઢીને દુકાને પહોંચેલા લોકોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો હતો. અનેક સ્થળોએ અનાજ ન મળતાં રેશનકાર્ડ ધારકો અને દુકાન સંચાલકો વચ્ચે રકઝક તથા ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. વર્ષ 2010થી અમલી બનેલી બારકોડ આધારિત રેશનકાર્ડ સિસ્ટમમાં વારંવાર ટેકનિકલ ખામીઓ અને સર્વરની સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદો ઊઠતી રહી છે. ઓનલાઇન વ્યવસ્થા ખોરવાતાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને પોતાના હક્કનું અનાજ મેળવવા માટે વારંવાર રેશન દુકાનોના ધક્કા ખાવા પડે છે. બીજી તરફ સર્વર બંધ હોવાથી દુકાન સંચાલકો પણ અનાજ વિતરણ કરવા અસમર્થ બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હાલાકી:નિકોલમાં 10 દિવસથી ગટર ઉભરાતાં રોડ પર પાણી ભરાતાં ગંદકીથી લોકો ત્રાહિમામ્
    Next Article
    મણિપુરમાં ઝેરી દારૂથી 15નાં મોત:180થી વધુ હોસ્પિટલમાં દાખલ, અનેક ગંભીર દર્દીઓનું ડાયાલિસિસ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment