Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિપુરમાં ઝેરી દારૂથી 15નાં મોત:180થી વધુ હોસ્પિટલમાં દાખલ, અનેક ગંભીર દર્દીઓનું ડાયાલિસિસ ચાલુ

    2 days ago

    મણિપુરના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોનાં મોત થયાં છે, જ્યારે 180થી વધુ લોકો બીમાર છે. સૌને ઇમ્ફાલની શિજા હોસ્પિટલ અને અન્ય તબીબી કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત લોકોમાં મોટા ભાગના ચકપી કરાંગ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં આ મામલો પ્રકાશમાં આવ્યો છે. શિજા હોસ્પિટલના એમડી ડૉ. ચેતન હુન્ડોંગબામના જણાવ્યા અનુસાર, ત્રણ લોકોની હાલત ગંભીર હતી. તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલી પથારીઓ દર્દીઓથી ભરાઈ ગઈ છે. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગ અને અન્ય હોસ્પિટલો પાસેથી મદદ માંગવામાં આવી છે. મૃત્યુઆંક અને દર્દીઓની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દારૂમાં મિથેનોલ મિક્સ કર્યાની આશંકા પોલીસના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત લોકોએ જે દારૂ પીધો હતો, તે કાકચિંગ જિલ્લાના સુગનૂમાંથી ખરીદવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે દારૂમાં મિથેનોલ ભેળવવામાં આવ્યું હતું. જોકે, ચંદેલ જિલ્લામાં સ્થાનિક સ્તરે દારૂ બનાવવામાં આવતો હોવાની કોઈ માહિતી સામે આવી નથી. તેથી આશંકા છે કે અન્ય વિસ્તારોમાંથી દારૂ લાવીને અહીં વેચવામાં આવ્યો હતો. પોલીસ દારૂના તસ્કરોની શોધમાં લાગી છે. આ મામલે અત્યાર સુધીમાં આશરે 10 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના સાગરમાં ઝેરી દારૂથી અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં દારૂ પીધા બાદ 2 લોકોનાં મોત થયા છે. એકનું ઘરમાં જ મોત થયું, જ્યારે બીજા વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો. બંનેએ ગુરુવારે ડીસીઆરની લાલ મસાલા દારૂ પીધો હતો. તેમાંથી એકને અગાઉથી લોહીની ઊલટીઓ પણ થતી હતી. સાગરના બંડા વિસ્તારમાં આ પહેલાં ઝેરી દારૂથી 36થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પોલીસે 52 લોકોને આરોપી બનાવ્યા છે. માસ્ટરમાઇન્ડ, ઠેકેદાર અને સપ્લાયર સહિત 34 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. બે મહિના પહેલાં નાગાલેન્ડમાં ઝેરી દારૂથી 2 દિવસમાં 19નાં મોત થયાં નાગાલેન્ડમાં ઝેરી દારૂ પીવાથી 19 લોકોનાં મોત થયાં છે. છેલ્લા બે દિવસમાં મોકોકચુંગ જિલ્લામાં 8 અને તુએનસાંગ જિલ્લામાં 11 લોકોનાં મોત થયાં છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દારૂ પીધા બાદ કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને બાદમાં તેમનાં મોત થયાં. મોત બાદ પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડ્યા. આ કાર્યવાહી દરમિયાન 19 લોકોની ધરપકડ કરવામાં આવી અને લગભગ 3,000 દારૂની બોટલો જપ્ત કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    POS મશીન બંધ રહેતાં દુકાનદારો પણ લાચાર બન્યાં:રેશનિંગનું સર્વર ઠપ, વિતરણ નહીં કરતાં લાખો નાગરિકોને ભારે હાલાકી
    Next Article
    6.9 Earthquake Hits Peru, Residents In Capital Lima Rush Into Streets

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment